આઈસીસી રેિન્કંગમાં કોહલીએ ટોચનો ક્રમ જાળવ્યો

January 30, 2019 at 11:44 am


આઈ. સી. સી.ના નવા જાહેર કરાયેલ ટેસ્ટ રેિન્કંગમાં ટેસ્ટ બેટ્સમેનોની યાદીમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ટોચના સ્થાને કોઈ ફેરફાર થયો ન હતો, પણ વેસ્ટ ઈન્ડિઝની ટીમનો સુકાની જેસન હોલ્ડરે વિશ્વના મોખરાના આેલ-રાઉન્ડરનું સ્થાન પ્રાપ્ત કરવામાં સર ગેરી સોબર્સની બરોબરી કરી હતી.

સોબર્સ માર્ચ 1974માં આેલ-રાઉન્ડરોની યાદીમાં ટોચનું સ્થાન ધરાવેલ છેલ્લા કેરેબિયન qક્રકેટર હતા અને હોલ્ડરે Iગ્લેન્ડ સામેના છેલ્લા ટેસ્ટ વિજયમાં 229 બોલમાં અણનમ 202 રન કરી તેમની બરોબરી કરી હતી. હોલ્ડરે તેની કારકિદ}માં પહેલી વાર ટોચનો ક્રમ મેળવવામાં બંગલાદેશના શકિબ અલ હસન અને ભારતની રવીન્દ્ર જાડેજાને આેળંગ્યા હતા. જાડેજા આેલ-રાઉન્ડરોની યાદીમાં એક ક્રમ નીચે સરકી પડéાે હતો, પણ બોલરોની યાદીમાં તેણે પોતાનું પાંચમું સ્થાન જારી રાખ્યું હતું.

ચેતેશ્વર પુજારા (3)એ બેટ્સમેનોની યાદીમાં અને રવિચંદ્રન અશ્વિન (9)એ બોલરોના વિભાગમાં પોતપોતાના સ્થાન જાળવી રાખ્યા હતા.

Comments

comments

VOTING POLL