આકારમાં સામાન્ય હોવા છતાં આ પથ્થરને ખસેડી શકતું નથી કોઈ…

August 21, 2018 at 6:46 pm


2 ફૂટ લાંબા અને 1 ફૂટની ગોળાઈ ધરાવતાં પથ્થરને હટાવી ન શકાય તેવું શક્ય બને…. પરંતુ તે શક્ય બન્યું છે પિથોરગઢમાં અહીં એક એવો પથ્થર છે જેને વર્ષોથી કોઈ તેની જગ્યાથી ખસેડી શક્યું નથી. કહેવાય છે કે આ પથ્થર નેપાળથી લાવવામાં આવ્યો છે. તે સમયે એક નેપાળીએ આ પથ્થર મુક્યો હતો. નેપાળથી લઇને આવ્યા બાદ જે જગ્યા પર આ પથ્થર રાખ્યો છે ત્યારથી અત્યાર સુધી તેનો કોઇ હટાવી શક્યું નથી.
વૈજ્ઞાનિકોની ટીમએ મંદિરના સંચાલક મંડળ પાસેથી આ પથ્થરને તોડવાની પરવાનગી માંગી હતી, પરંતુ પથ્થરને આસ્થાનું પ્રતીક તરીકે દર્શાવતા ટીમને તેને તોડવાની મનાઇ કરવામાં આવી છે. જો કે કારણ કોઈપણ હોય પરંતુ સત્ય એ છે કે આ પથ્થરને કોઈ તેના સ્થાનેથી ખસેડી શકતું નથી.

Comments

comments