આકાશમાંથી બળબળતી લૂ વરસી: તાપમાન 38 ડીગ્રી: વાતાવરણમાં પલ્ટો

April 15, 2019 at 11:30 am


જામનગર સહિત સમગ્ર હાલારમાં રવિવાર રજાના દિવસે આકાશમાં જાણે કે અગનગોળા વરસ્યા હોય તેવું વાતાવરણ સર્જાયું હતું, ગામડાઓમાં આકરા તાપના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઇ ગયા છે, ચૈત્ર મહિનામાં તાપમાન વઘ્યું છે, હજુ આગામી દિવસોમાં પણ તાપમાન વધવાનું છે, ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં ગરમીએ કાળો કેર વતર્વ્યિો છે, જામનગરના વાતાવરણમાં પણ ગઇકાલ બપોર બાદ
હવામાન ખાતાના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 38 ડીગ્રી, ઓછામાં ઓછું તાપમાન ર3.6 ડીગ્રી, હવામાં ભેજ 38 ટકા અને પવનની ગતિ 10 થી 1પ કી.મી. પ્રતિ કલાક જોવા મળી હતી. ભારે ગરમીના કારણે પશુ-પંખીઓ તેમજ લોકો પરેશાન થઇ રહ્યા છે ત્યારે ગઇકાલે જામનગરના કેટલાક વિસ્તારોમાં વિજ કાપ હોવાથી ખાસ કરીને વૃઘ્ધો અને બાળકો ખૂબ જ પરેશાન થયા હતા.
હાલારના ગામડા તથા તાલુકા મથકો કાલાવડ, ખંભાળીયા, ધ્રોલ, જોડિયા, ભાણવડ, લાલપુર, મીઠાપુર, સલાયા, ઓખા, કલ્યાણપુર, જામજોધપુર સહિતના વિસ્તારોમાં અસહ્ય ગરમીના કારણે જનજવન પર ભારે અસર પડી છે. ચૈત્ર મહિનમાં શઆતમાં જ તાપ શ થઇ ગયો છે, હજુ તો ગરમીની શઆત છે ત્યારે આ વખતે તાપમાન 44 થી 4પ ડીગ્રી વચ્ચે થઇ શકે તેવી પણ શક્યતા છે.
હાલારના ગામડાઓમાં પીવાના પાણીની તંગી શ થઇ ચૂકી છે, કેટલાક ગામડામાં ટેન્કર પ્રથા શ થઇ ચૂકી છે, મોટાભાગના ડેમો ખાલીખમ્મ થઇ ગયા છે, ડંકીના તળ ડૂકી ગયા છે, ત્યારે હાલારમાં આ વખતે વધુ ગરમી પડશે તો પીવાના પાણીનો વધુ ઉપાડ થશે.
જો કે બે દિવસ હવામાન ખાતાએ હળવું વાતાવરણ થશે અને કેટલાક વિસ્તારોમાં છાટા પડશે તેવી આગાહી કરી હતી, જામનગરના વાતાવરણમાં ગઇકાલે પલ્ટો આવ્‌યો હતો, થોડો પવન ફૂંકાયો હતો, પરંતુ આજે સવારે ફરીથી ગરમી શ ચૂકી છે.

Comments

comments