આકાશી આફતથી ૧૦ના મોત: ઉભા પાકને ભારે નુકસાન

April 17, 2019 at 10:56 am


ચૈત્ર મહિને અષાઢી વાતાવરણ સર્જાતા રાયમાં કમોસમી વરસાદ થયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર્ર અને ઉત્તર ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં પડેલા ભારે વરસાદને પરિણામે ભારે ખાનાખરાબી સર્જાઈ છે. તો અચાનક જ આવી પડેલી આકાશી આફતના પરિણામે રાયમાં ૧૦ માનવ મૃત્યુ અને પશુ મૃત્યુ નોંધાયા છે અને કેરી, ઘઉં, વરિયાળી, જીરૂ અને તલ, ડાંગર, કપાસને વ્યાપક પ્રમાણમાં નુકશાની વેઠવી પડી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવાણમાં અચાનક જ પલટો આવતા સૌરાષ્ટ્ર્ર, ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા પડયા છે. રાયના ૩૩ જિલ્લા પૈકીના ૧૯ જિલ્લામાં ઝંઝાવાતી વરસાદ છે.

આ વરસાદના પરિણામે મહેસાણામાં ૩, સાબરકાંઠા ૨૧, મોરબી ૧, બનાસકાંઠા ૨, રાજકોટ ૧ અને અમદાવાદ ખાતે ૧ માનવ મૃત્યુ થયું છે એક માનવ મૃત્યુ પાટણના સાંતલપુર ખાતે નોંધાયું છે. જેની તપાસ ચાલી રહી છે. સતાવાર ૧ માનવ મૃત્યુ થયેલ છે.

બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, સુઈગામ, ઢીમા, દિયોદર, ભાભર, શિખણી, ડીસા, ભીલડી દાંતા તેમજ કાકરજ સહિતના વિસ્તારમાં વરસાદની સાથે મોટા મોટા બરફના કરા પડતા ગાડીના કાચ તૂટવાની સાથે ઘર પર છતના પતરામાં કાણા પાડી દીધા હતા તો ગાડીના કાચ તૂટી ગયા હતા.
મહેસાણા જિલ્લામાં ઝંઝાવાતી પવનને કારણે અનેક વૃક્ષો, હોડિર્ગ્સ, વીજ થાંભલા, ધરાશાયી થયાની સાથે મકાનના છાપરાઓ ઉડયા હતા. સાબરકાંઠાના હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને બોડેલી પંથકમાં વરસાદી ઝાંપટાના કારણે તાપમાનમાં પાંચ ડિગ્રીથી લઈને સાત ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે.
હિંમતનગરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા હોવાના કારણે તેમના માટે ખાસ તંબુઓ બાંધવામાં આવ્યા હતા. પરંતુ અચાનક જ આવેલા વાતાવરણમાં બદલાવે તંબુઓના કપડા ફાટવાની સાથે કાગળના પત્તાની જેમ પ્લાસ્ટિકની ખુરશીઓ હવામાં ફંગોળાઈ હતી.

ગઈકાલ સાંજે રાયના પાટનગર ગાંધીનગર અને; અમદાવાદમાં ધૂળની આંધી સાથે ભારે પવન ફુંકાયો હતો. જેમાં અમદાવાદ શહેરના અનેક સ્થળોએ હોડિર્ગ્સ ઉડયાની સાથે અનેક વૃક્ષો ધરાશય થયા છે. ગાંધીનગરમાં અનેક જગ્યાએ વાહનચાલકો પવનના જોર અને આવેલા વરસાદને કારણે લપસી પડયા અને અકસ્માતના બનાવ બન્યા હતા જેમાં કોઈ જાનહાની નોંધાઈ નથી.

અચાનક જ આવી પડેલી આકાશી આફતને લઈને રાયના તમામ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન તંત્રને સાબદુ કરવામાં આવ્યું છે અને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવો મુખ્ય સચિવ કક્ષાએથી આદેશ કરવામાં આવ્યા છે.
સ્યેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ વરસાદના પગલે ગઈકાલથી જ કામે લાગી ગયો છે અને સંભવિત સ્થિતિને પહોંચી વળવા પગલા લેવાના શરૂ કરવામાં આવ્યા છે.

Comments

comments

VOTING POLL