આખરે ગુત્થી-કપિલ જોવા મળશે એક પરદે, કપિલ શર્મા શોમાં ડો.મશહૂર ગુલાટીની મહેમાન નવાઝી કરશે કોમેડિયન કિંગ કપિલ

February 23, 2019 at 9:00 pm


ડોકટર ગુલાટી હવે ફરી જોવા મળશે કપિલ શર્મા શોમાં……..તો આપને ખુશી થશે કે ફરીથી ગુત્થી અને કપિલની જોડી લોકોમાં થશે ફેમસ….પરંતુ જી નહીં…..હવે ગુત્થી બનવાના છે કપિલના મહેમાન….એટલે કે ગુલાટી ગુત્થી નહીં પરંતુ એક સેલેબ્રિટી તરીકે જોવા મળશે. સુનીલ ગ્રોવરે જે શોની સાથે સમગ્ર દેશમાં જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરી હવે તે શો કપિલ શર્મામાં તેમની મહેમાનનવાઝી કરતા કપિલ જોવા મળશે.

મળતી માહિતી મુજબ, સુનીલ આ શો પર પોતાની ફિલ્મ ભારતને પ્રમોટ કરવા માટે પહોંચશે. સલમાન ખાન અને કૈટરીના કેફની સાથે જ સુનીલ પણ આ ફિલ્મમાં ગેસ્ટ તરીકે જોવા મળશે. સ્પષ્ટ છે કે કપિલના ફેન્સ માટે ખુબ જ રસપ્રદ નજારો જોવા મળશે.

આમ, જોઈએ તો સુનીલના શો કાનપુરવાળા ખુરાના બંધ થવાની અફવાઓ ચાલી રહી હતી, જો કે બાદમાં જાણવા મળ્યું કે, સુનીલ ફિલ્મ ભારતના શૂટિંગ બાદ એકવાર ફરીથી કાનપુર વાલે ખુરાનાઝનાં એપિસોડ્સનાં શુટને પુર્ણ કરશે. , હાલ સુનીલનો કોમેડી શો ઓન એર નથી ચાલી રહ્યો પરંતુ થોડા સમયમાં આ શો પોતાના બાકી એપીસોડ્સ સાથે પરત ફરશે. જો કે તે પણ એટલું જ સત્ય છે કે, સુનીલને સમગ્ર ભારતમાં મળેલી લોકપ્રિયતાને કારણે કપિલ તેને જલ્દીથી પોતાના શોમાં પરત જોવા મળે છે.

Comments

comments

VOTING POLL