આખરે શ્રીલંકાએ જીતનું ખાતુ ખોલાવ્યું, અફઘાનિસ્તાનને 34 રને આપ્યો પરાજય

June 5, 2019 at 10:36 am


વર્લ્ડ કપમાં પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે કારમી હાર મળ્યા બાદ શ્રીલંકા ક્રિકેટ ટીમે તેની બીજી મેચ અફઘાનિસ્તાન સામે રમી. અફઘાનિસ્તાને ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાની ટીમ પહેલા બેટિંગ કરતા 36.5 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 201 રન બનાવ્યા. આપ્ને જણાવી દઈએ કે મેચ વરસાદના કારણે અટકી જતા 41 ઓવરની કરવામાં આવી અને પ્રમાણે 187 રનનો ટાર્ગેટ અફઘાનિસ્તાનને જીત માટે મળ્યો.

જોકે આ લક્ષ્યનો પીછો કરતા અફઘાનિસ્તાનની ટીમની શરૂઆત તો સારી રહી. પરંતુ ટીમને 5મી જ ઓવરમાં મોહમ્મદ શહજાદ(7) તરીકે પહેલો ઝાટકો લાગ્યો હતો. તે સમય અફઘાનિસ્તાનનો સ્કોર 34 રન હતો. ત્યાર બાદ રહમત શાહ માત્ર 2 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ રન નજીબુલ્લાહ જાદરાને(43) બનાવ્યા. ત્યાર બાદ હઝરતુલ્લાહ જાજઈ(30) અને ગુલબદીન નાઇબ(23) અને મોહમ્મદ નબી(11) રનનો ફાળો આપ્યો. આ સિવાયના ખેલાડીઓ સસ્તામાં આઉટ થયા. જેમાં હશ્મતુલ્લાહ શાહિદી(4), રાશિદ ખાન(2), દૌલત જાદરાન(6), મુજીબ ઉર રહમાન(1) અને હમિદ હસન(6) રન બનાવી આઉટ થયા. શ્રીલંકા તરફથી નુવાન પ્રદિપ(4), લસિથ મલિંગાએ(3), થિસારા પેરરા અને ઇસુરુ ઉડાનાએ 1-1 વિકેટ ઝડપ્યા.

જ્યારે આ પહેલા શ્રીલંકની બેટિંગની વાત કરીએ તો કુશલ પેરરા(78), લાહિરુ થિરિમા(25), દમુથ કરુણારત્ને(30) રન બનાવી આઉટ થયા હતા. આ સિવાય અન્ય ખેલાડીઓ સસ્તામાં પેવેલિયન ફયર્િ છે. જેમાં કુશલ મેન્ડિસ(2), એજેલો મેથ્યુજ(0), ધનંજયા ડી સિલ્વા(0), થિસારા પેરરા(2), ઇસુરુ ઉડાના(10), સુરંગા લકમલ(15*), નુવાન પ્રદિપ(0) અને લસિથ મલિંગા(4) સામેલ છે.

શ્રીલંકના કેપ્ટન દિમુથ કરુણારત્નેએ ટીમમાં જીવન મેંડિસની જગ્યએ નુવાન પ્રદીપ્ને તક આપી છે. જ્યારે અફઘાનિસ્તાનના કેપ્ટને ટીમમાં કોઈ ફેરફાર કયર્િ નથી. આ મેચ સોફિયા ગાર્ડન્સ, કાર્ડિફ ખાતે રમાઈ રહી છે. આ આપ્ને જણાવી દઈએ કે આ પહેલા શ્રીલંકાની ટીમ ન્યૂઝીલેન્ડ સામે માત્ર 136 રનોમાં સમેટાઈ હતી અને મેચ હારી હતી જ્યારે બીજી તરફ અફઘાનિસ્તાની ટીમે મજબૂત ટીમ ઓસ્ટ્રેલિયા સામે ખરાબ શરુઆત બાદ પણ બેટિંગમાં મજબૂત પ્રતિસ્પધર્િ આપી હતી અને સ્કોર 200ને પાર પહોંચ્યો હતો. બન્ને ટીમની સરખામણી કરવામાં આવે તો હાલના સમયે અફઘાનિસ્તાનની ટીમ મજબૂત દેખાઈ રહી છે.

Comments

comments

VOTING POLL