આગામી દિવસો કોંગ્રેસ માટે ઘણા મુશ્કેલભર્યા પડકારોનો સામનો કરાશે: સોનિયા ગાંધી

May 27, 2019 at 10:59 am


યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાયબરેલી લોકસભા સીટ જીત્યા પછી રવિવારે અહીંની જનતાનો આભાર માન્યો. સોનિયાએ રાયબરેલીની જનતાને સંબોધિત પત્રમાં લખ્યું કે, ’હું જાણું છું કે આગામી દિવસો વધુ મુશ્કેલીભયર્િ આવવાના છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમારા સમર્થન અને વિશ્વાસની શક્તિની મદદથી કોંગ્રેસ દરેક પડકારને પાર કરશે.’

સોનિયા ગાંધીએ જણાવ્યું કે, ’લડાઈ ગમે તેટલી લાંબી હોય, હું તમને વચન આપું છું કે દેશના પાયાના મુલ્યોની સુરક્ષા માટે હું પણ મારું સર્વસ્વ કુરબાન કરવામાં પાછળ નહીં રહું.’ સોનિયા ગાંધીએ જણાવ્યું કે, લોકસભા ચૂંટણીમાં દરેક વખતની જેમ મારામાં તમે વિસ્વાસ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના એક કાર્યકતર્િ ઉપરાંત સપા, બસપા, સ્વાભિમાન દળના સાથીદારોએ જે રીતે મારા વિજય માટે પરિશ્રમ કર્યો, તેના માટે હું આભારી છું.

તેમણે કહ્યું કે, મારું જીવન તમારા સૌની સામે એક ખુલ્લા પુસ્તક જેવું રહ્યું છે. તમે મારો પરિવાર છો. તમારા તરફથી મને જે આત્મવિસ્વાસ મળ્યો છે, તે મારી અસલી ધરોહર છે. સોનિયાએ જણાવ્યું કે, તેમણે પણ આ વિશાળ પરિવારનું દરેક પ્રકારે ધ્યાન રાખવાનો પ્રયાસ કર્યો છે. સોનિયાએ જણાવ્યું કે, તમારી પાસેથી મળેલા પ્રેમ, સ્નેહ અને સમર્થન માટે હું તમરો દિલથી આભાર માનું છું.

Comments

comments

VOTING POLL