આગામી ફિલ્મમાં શ્રદ્ધા કપૂર એર હોસ્ટેસનું પાત્ર ભજવશે…

August 7, 2019 at 11:21 am


હાલમાં જ ‘બાગી ૩’ ફિલ્મની ચર્ચાઓ સેવાઈ રહી છે ત્યારે આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રોફની જોડી જોવા મળવાની છે. શ્રદ્ધાએ નિતેશ તિવારીની ફિલ્મ ‘છિછોરે’ હાલમાં જ પુરી કરી છે તેમજ રેમો ડિસોઝાની ‘સ્ટ્રીટડાન્સર’ નું શૂટિંગ પુરુ કર્યું છે. હવે શ્રદ્ધા અહમદ ખાનની ‘બાગી ૩’ના શૂટિંગથી શરૂઆત કરશે. તેમજ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર એરહોસ્ટેસના પાત્રમાં જોવા મળે તેવી શક્યતા છે. ફિલ્મના ડેવલપમેન્ટ સાથે જોડાયેલા સૂત્રે કહ્યું હતું કે, ” આ માટે શ્રદ્ધાએ વર્કશોપ એટેન્ડ કરવી પડશે. હાલ ફિલ્મની ટીમ શ્રધ્ધાના લુક પર કામ કરી રહી છે. અહમદ અને ફરહાદ શામજી તેના લુકને રસપ્રદ બનાવવા ઇચ્છે છે. તેમની ઇચ્છા છે કે,આ ફિલ્મનો શ્રદ્ધાનો લુક તેણે કરેલી અન્ય ફિલ્મોને મળતો આવવો જોઇએ નહીં.” આ ફિલ્મનું શુટિંગ શ્રદ્ધા સપ્ટેમ્બર મહિનામાં શરૂ કરે તેવી શક્યતા છે. આ ફિલ્મમાં તેની સાથે ટાઇગર કામ કરી રહ્યો છે. જોકે શૂટિંગની શરૂઆત તેઓ મુંબઇથી કરશે, આ બાદ તેઓ આગ્રા જશે અને પછી વિદેશમાં શૂટિંગ કરશે. શ્રદ્ધા આ ફિલ્મની પ્રથમ કડીનો પણ હિસ્સો હતી. આ ફિલ્મમાં તેણે ઘણા એકશન દ્રશ્યો ભજવ્યા હતા.

Comments

comments