આગામી વડાપ્રધાનનું નામ આપો અને કેશબેક મેળવો: ઝોમેટોની ઓફર

May 21, 2019 at 11:27 am


એકિઝટ પોલના પરિણામોમાં ભાજપની આગેવાનીવાળી એનડીએ ગઠબંધન સત્તામાં પાછા આવવાની શકયતા વ્યકત કરવામાં આવી છે. બીજી તરફ ઓનલાઈન ફડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ લોકોને ભવિષ્યવાણી કરવા પર ઈનામ આપવાની જાહેરાત કરી છે. ઝોમેટોની નવી ઓફરમાં ૨૩મીએ થનારી મતગણતરી પહેલા દેશના આગામી વડાપ્રધાન વિશે ભવિષ્યવાણી કરવા અને ફડ ઓર્ડર કરવા પર કેશબેક જીતવાની તક આપવામાં આવી રહી છે.
કંપની તરફથી એક સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, ઝોમેટો ઈલેકશન લીગની આ ઓફરમાં દેશના આગામી વડાપ્રધાનના નામની સચોટ ભવિષ્યવાણી કરનારા ગ્રાહકોને કેશબેક મળશે. કંપનીએ આ પહેલા ઝોમેટો પ્રીમિયર લીગ (જેડપીએલ)ના માધ્યમથી ગ્રાહકોને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની વિજેતા ટીમની સચોટ ભવિષ્યવાણી કરવા પર કેશબેક આપ્યું હતું. ૩ નામના એક ટિટર હેન્ડલે ઝોમેટોની આ ઓફર પર ખુશી વ્યકત કરતા પોતાની ભવિષ્યવાણી ટિટ કરી.
કંપનીએ કહ્યું કે, ગાહકોને દરેક ઓર્ડર પર ૪૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને જો તેમની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ તો તેમને ૩૦ ટકાનું કેશબેક મળશે. ૨૨ મે સુધી કોઈપણ આ ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે અને ઓર્ડર કરવા પર દરેક સાચી ભવિષ્યવાણી માટે કેશબેક જીતી શકે છે. કંપનીનું કહેવું છે કે, દેશમાં નવા વડાપ્રધાનની પસંદગી થવાની સાથે જ ગ્રાહકોના વોલેટમાં જાતે જ કેશબેક આવી જશે. કંપનીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં ભારતના ૨૫૦ શહેરોમાંથી ૩૦ લાખ ૨૦ હજાર લોકોએ આ કેશબેક ઓફરમાં ભાગ લીધો છે

Comments

comments

VOTING POLL