આગામી ૮ મહીનામાં ૫ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી

May 24, 2019 at 1:28 pm


આગામી ૮ મહીનાઓમાં ૫ રાયોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ રાયોમાં ૮૫ લોકસભા બેઠકો આવે છે. જેમાંથી આ વખત એનડીએ ૭૩ અને યુપીએ ૧૦ બેઠકો જીતી છે. ગત વખતે આ બેઠકોમાંથી એનડીએના ફાળે ૭૦ અને યુપીએ ૭ બેઠકો જીતી હતી. ૨૦૧૪માં લોકસભા ચૂંટણી બાદ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ફાયદો થયો હતો અને આ ૫ રાયોમાંથી ચારમાં એનડીએની સરકાર છે. નવી સરકાર બન્યા બાદ રામ મંદિર નિર્માણ, કલમ ૩૦૭ ખતમ કરવી અને ૫ લાખ સુધીની આવક ટેકસી ફ્રી થવાની આશાઓ છે.

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ ભાજપ અને શિવસેના વચ્ચે તણાવની પરિસ્થિતી હતી. ત્યારબાદ ભાજપ અને શિવસેનાએ અલગ અલગ જ ચૂંટણી લડી હતી. પરિણામોમાં ભાજપને ૧૨૨ અને શિવસેનાને ૬૩ બેઠકો મળી હતી. ત્યારબાદ બન્ને વચ્ચે થોડા સમય સુધી તણાવ બાદ અંતે બન્ને પક્ષોએ ગઠબંધન કરી નવી સરકાર બનાવી હતી.

૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં આમઆદમી પાર્ટીએ દિલ્હીમાં મુકાબલો ત્રિકોણીય બનાવી દીધો હતો. ૨૦૧૩માં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના સમર્થનમાં સરકાર બનાવી હતી. પરંતુ બે મહીના બાદ જ ફેબ્રુઆરી ૨૦૧૪માં તેમને રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ૨૦૧૫માં ફરી ત્યા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કેજરીવાલની લહેરમાં ભાજપ ૭૦માંથી ફકત ૩ બેઠકો જીતી શકી હતી. ને ૬૭ બેઠકો મળી અને કોંગ્રેસના ભાગે એક પણ બેઠક આવી ન હતી.

રાયમાં ૨૦૧૪માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં એક પણ પક્ષને બહત્પમતી મળી ન હતી. માર્ચ ૨૦૧૫માં ભાજપે પીડીપી સાથે મળીને સરકાર બનાવી અને મુતી મોહમ્મદ સઈદ મુખ્યમંત્રી બન્યા. ૨૦૧૬માં તેમના નિધન બાદ ૮૮ દિવસ મુખ્યમંત્રી પદ ખાલી રહ્યું હતું. ત્યારબાદ ભાજપે મહેબૂબા મુતીને સમર્થન આપ્યું અને તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. જૂન ૨૦૧૮માં ભાજપે પીડીપી પાસેથી સમર્થન પરત લઈ લીધું અને મહેબૂબા મુતીએ રાજીનામું આપવું પડું હતું.

Comments

comments

VOTING POLL