‘આજકાલ’ ગરબા-2018ના કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

August 25, 2018 at 4:03 pm


ખેલૈયાઆેમાં જબરો થનગનાટઃ મોટા પ્રમાણમાં બુકિંગ અને ઈન્કવાયરી શરૂઃ નવરાત્રી કાર્યાલય સાંજે 4 થી રાત્રીના 11 સુધી ખુંું રહેશેઃ વિરાણ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં નવ વર્ષથી ખેલૈયાઆેને ઝુમાવતા ગરબાએ આ વર્ષે વિશેષ આકર્ષણ ઉભું કર્યું

છેલ્લા 9 વર્ષથી ‘આજકાલ’ દ્વારા રાજકોટમાં નંબર વન કહી શકાય તેવંુ નવરાત્રી મહોત્સવનંુ ધમાકેદાર આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે હજારો ખેલૈયાઆે મન મુકીને નવરાત્રી માણે છે અને હજારો લોકો નિહાળે છે. હવે ‘આજકાલ’ ગરબા 2018નું પણ ધમાકેદાર આયોજન વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે થયું છે અને તે માટે આજે યાજ્ઞીક રોડ પર આવેલ ધનરજની બિલ્ડીગના પહેલા માળે સારા મુહુર્તમાં ગણેશજી અને અંબેમાની મુતિર્નું સ્થાપન કરીને ધામિર્ક વિધિથી ‘આજકાલ’ નવરાત્રી કાર્યાલયનું ઉદ્ઘાટન ‘આજકાલ’ના ગ્રુપ એડીટર ચંદ્રેશ જેઠાણીએ કર્યું હતું. આ તકે સમગ્ર સ્ટાફગણ હાજર રહ્યાે હતો.

‘આજકાલ’ નવરાત્રી કાર્યાલય દરરોજ સાંજે 4 થી રાત્રીના 11 સુધી ખુંુ રહેશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘આજકાલ’ દ્વારા ખેલૈયાઆે માટે આકર્ષક ઈનામો જેમ કે, બાઈક, ટીવી, ફ્રીઝ, મોબાઈલ વગેરે રાખવામાં આવ્યા છે. ‘આજકાલ’ ગરબા 2018માં રમવા માટે રાજકોટના ખેલૈયાઆેમાં જબરો થનગનાટ જોવા મળી રહ્યાે છે.

પુષ્કળ પ્રમાણમાં બુકીગ થયા છે અને ઈન્કવાયરી મબલખ આવી રહી છે. ખાસ કરીને જયારે રાજ્ય સરકારે નવરાત્રી વેકેશન જાહેર કર્યું છે ત્યારે આ વખતે વધુ મોટી સંખ્યામાં ખેલૈયા વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રીની મોજ માણશે તેવું દેખાય છે. આ સ્થિતિને પહાેંચી વળવા માટે ‘આજકાલ’ દ્વારા વધુ મોટું ગ્રાઉન્ડ કરવાની તૈયારી શરૂ થઈ છે. ખેલૈયાઆે ફ્રીલી રમી શકે તે માટેની વ્યવસ્થા થશે. ખાસ કરીને ગ્રુપ બુકીગ્સ પણ મોટા પ્રમાણમાં ‘આજકાલ’માં થઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘આજકાલ’ દ્વારા પાસનું બુકીગ વહેલું બંધ કરી દેવાશે.

‘આજકાલ’ દ્વારા સ્પેશ્યલ મોન્સૂન આેફર
31-8-2018 સુધીમાં જે લોકો પાસ બુક કરાવે તેમને વિશેષ લાભ

‘આજકાલ’ ગરબા-2018નું વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે તા.10 આેકટોબરથી 19 આેકટોબર સુધી આયોજન થયું છે અને આ વખતે નવરાત્રીના આ મદમસ્ત કાર્યક્રમમાં સ્પેશ્યલ મોનસુન આેફર ‘આજકાલ’ દ્વારા જાહેર થઈ છે. મુંબઈના સુપ્રસિધ્ધ ગાયક કલાકારો સાથે ખેલૈયાઆે ઝુમશે ત્યારે ‘આજકાલ’ દ્વારા સ્પેશ્યલ મોનસુન આેફર જાહેર થઈ છે જે મુજબ 31/8/2018 સુધીમાં જે લોકો પાસ બુક કરાવે તેમને વિશેષ લાભ આપવામાં આવશે.

પાસ બુકિંગ માટે 98242 49094, 98984 85815નો સંપર્ક કરવો.

Comments

comments

VOTING POLL