આજકાલ ગરબા-2018નો આજે ધમાકેદાર પ્રારંભ રાત્રે ઉગશે સૂરજ

October 10, 2018 at 3:03 pm


આજકાલના આંગણે સેલિબ્રિટીઆે

આજકાલ ગ્રુપ હંમેશા તેના વાચકો અને ચાહકોને નવું નવું આપતું રહે છે. આ વખતે નવરાત્રી મહોત્સવમાં અનેક નવા આકર્ષણો ઉપરાંત ટીવી જગતની સેલિબ્રિટીઆે આકર્ષણરુપ બનશે.આજે તારકમહેતા કે ઉલ્ટા ચશ્માં સીરિયલના રોશનસિંગ સોઢી મહેમાન બનવાનાં છે તો આવતીકાલે પ્રખ્યાત શો એનએમએસના એન્કર રિિÙ દવે અને કેમી વાઘેલા આવવાના છે,જયારે 12મીએ હિતુ કનોડિયા અને સાંઈ બર્વે ખાસ હાજરી આપવાના છે.

જાણીતા પિબ્લકેશન ગ્રુપ એવા ધનરાજ ગ્રુપના ‘આજકાલ’ દૈનિક દ્વારા આ વખતે નવમા વર્ષે પણ નવલી નવરાત્રીનું ધમાકેદાર આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને આજથી શરૂ થનારા નવરાત્રી મહોત્સવમાં રાત્રે 8 વાગ્યાથી ઢોલની દાંડી પીટાતાની સાથે જ 5000થી વધુ ખેલૈયાઆે થીરકશે. ખેલૈયાઆે માટે લોર્ડઝનું મેદાન ગણાતાં વિરાણી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ ઉપરાંત પ્રખ્યાત આેરકેસ્ટ્રા નવરાત્રિ મહોત્સવના આયોજનને ચાર ચાંદ લગાવી દેશે. આજે શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને ખેલૈયાઆેની હાજરીમાં માતાજીની આરતી થશે અને ત્યારબાદ આ રાસોત્સવનો પ્રારંભ થશે. આ રાસોત્સવનું સોશ્યલ મીડિયામાં જીવંત પ્રસારણ પણ થવાનું છે.

આ વખતની નવરાત્રીમાં ‘આજકાલ’ દ્વારા અનેક નવા આકર્ષણ ઉમેરવામાં આવ્યા છે. મુંબઈના સુપ્રસિધ્ધ સિંગર આર્ટીસ્ટ અને રિધમ આેફ ઈન્ડિયા આેરકેસ્ટ્રાના સંગાથે ખેલૈયાઆે ધૂમ મચાવશે અને નવરાત્રીનો આનંદ લૂંટાવશે.

‘આજકાલ’ના આંગણે આ વખતે જે સીગરો આવી રહ્યા છે તે કમાલના સીગરો છે અને ભૂતકાળમાં ગરબાના ગ્રાઉન્ડ પર કયારેય ન થયું હોય તેવું ભાતીગળ શૈલીમાં ગીતો અને બોમ્બે સ્ટાઈલનું ફયુઝન રજૂ કરવામાં આવશે. યુવાપેઢી જેના તાલે રમવા માટે ઉત્સુક હોય છે તેવા રિધમ આેફ ઈન્ડિયા આેરકેસ્ટ્રાના સંગાથે જાણીતા સીગરો રાહુલ પૂરેચા, કપિલકુમાર, ગોરલ દવે અને અમિ ગોસાઈ ધૂમ મચાવશે. જેમની ગાયિકી ઉપર મુંબઈના હજ્જારો ખેલૈયાઆે આફરીન પોકારી ઉઠે છે તેવા આ સીગરો આ વખતે રાજકોટમાં ‘આજકાલ’ના ગરબામાં ધૂમ મચાવવા આવી રહ્યા છે ત્યારે ખેલૈયાઆે પણ તેમની ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

સુંદર પારિવારિક માહોલમાં યોજાતા ‘આજકાલ ગરબા’ નિહાળવા માટે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, ઉચ્ચ અધિકારીઆે અને રાજકારણીઆે ઉમટી પડતા હોય છે અને બધા એક અવાજે આ આયોજનના વખાણ કરતા હોય છે.

‘આજકાલ’ નવરાત્રી મહોત્સવમાં ભાગ લેતા ખેલૈયાઆે અને તેમના પરિવારજનોની સુરક્ષા ‘આજકાલ’ના મેનેજમેન્ટ માટે સર્વોપરી છે અને આ બાબતને ધ્યાનમાં રાખી સીસીટીવી કેમેરા તેમજ મેટલ ડિટેકટર સહિતના સાધનો મુકાશે. સિકયુરિટી ગાર્ડ્ઝ પણ મોટી સંખ્યામાં તૈનાત કરાશે. વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં નયનરમ્ય રોશની અને અતિ આધૂનિક સાઉન્ડ સીસ્ટમને કારણે નવરાત્રીનો મહોલ કંઈક અલગ જ જોવા મળતો હોય છે.

‘આજકાલ’ નવરાત્રી મહોત્સવમાં પ્રિન્સ-પ્રિન્સેસનું બિરૂદ મેળવવા માટે ખેલૈયાઆે નવેય દિવસ પરસેવો પાડતા હોય છે અને છેલ્લા દિવસે ગ્રાન્ડ ફિનાલેમાં વિજેતા બનનારને લાખેણા ઈનામો આપવામાં આવતા હોય છે. પ્રિન્સ-પ્રિન્સેસને સુઝુકી, એિક્ટવા, ટીવી, ફ્રિઝ, વોશિંગ મશીન, ઘરઘંટી, મોબાઈલ, સોનાનો ચેઈન, ટ્રાવેલ પેકેજ જેવા ઈનામોથી નવાઝવામાં આવશે. પ્રિન્સ-પ્રિન્સેસ ઉપરાંત કિડ્ઝ માટે પણ અલગ ઈનામો તેમજ વેલડ્રેસ માટે પણ પ્રાેત્સાહક ઈનામો રાખવામાં આવ્યા છે.

પ્લેબેક સિંગર અને લાઈવ પરફોર્મર કપિલ કુમાર

આ વખતે ‘આજકાલ’ ગરબા-2018માં યુવાધનને ડોલાવવા માટે પ્લેબેક સીગર અને લાઈવ પરફોર્મર કપિલ કુમાર આવી રહ્યા છે. કપિલ કુમારે અમેરિકા, જાપાન, મલેશિયા, બેલ્ઝીયમ, હાેંગકાેંગ, દુબઈ, નાઈરોબી, આેમાન, સુરત, ઈઝરાયેલ, બેંગકોક અને મુંબઈમાં પોતાની ગાયિકી દ્વારા લાખો લોકોને પ્રભાવિત કર્યા છે. તેમણે જુદા જુદા કાર્યક્રમોમાં અક્ષય કુમાર, રેખા, મનિષા કોઈરાલા, સોનુ નિગમ, અર્ષદ વારસી, ટ્વીકલ ખન્ના, રવિના ટંડન, બાબુલ સુપ્રીયો, કરિશ્મા તન્ના, કવિતા ક્રિષ્ણમૂતિર્, સુનિલ શેટ્ટી, સુિષ્મતા સેન, ઉમિર્લા માતોડકર, મલાઈકા અરોરા, ઈસ્માઈલ દરબાર, વિશાલ શેખર અને ભૂમિ ત્રિવેદી સહિતના કલાકારો સાથે સ્ટેજ શેર કરી લાઈવ પરફોર્મન્સ આપ્યું છે. 2011,12 અને 13માં તેમણે મુંબઈમાં નવરાત્રીની ધૂમ મચાવી હતી. આવા મિિલ્ટ ટેલેન્ટેડ કપિલ કુમારને સાંભળવા માટે ખેલૈયાઆે થનગની રહ્યા છે.

ગોરલ દવેઃ સીર્ફ કંઠ કાફી હૈ…

અગાઉ ‘આજકાલ’ના નવરાત્રી મહોત્સવમાં પોતાના પરફોર્મન્સ દ્વારા વાહ-વાહી મેળવી ચૂકેલી સીગર ગોરલ દવે આ વખતે ફરી વખત ખેલૈયાઆેને ઝૂમાવવા માટે રાજકોટ આવી રહ્યા છે. મુળ અમદાવાદના અને ત્યારબાદ મુંબઈ સ્થાયી થયેલા ગોરલ દવેના અનેક આલ્બમ બહાર પડી ચૂકયા છે અને તેમનો કંઠ જ તેમની આેળખ છે. ગોરલ દવેની માસ્ટરી ગુજરાતી લોકગીત ઉપર છે અને તેમના કંઠે ગવાયેલા ગુજરાતી ગીતો સાંભળવા અને તેના તાલે થિરકવા ખેલૈયાઆે ઉત્સુક છે.

ãયુઝન, ફોક અને ફિલ્મી ગરબા સાંભળવા થઈ જાઆે તૈયાર

ખેલૈયાઆેને દર વર્ષે કંઈક ને કંઈક નવું આપવા માટે જાણીતા ‘આજકાલ’ના રાસોત્સવમાં આ વખતે પણ ક્યારેય ન સાંભળ્યા હોય તેવા ãયુઝન, ફોક અને ફિલ્મી ગરબા સાંભળવા મળશે. ક્લાસીક ઈવેન્ટના અતુલ દોશી અને વિશાલ દોશીના માર્ગદર્શન હેઠળ ãયુઝન, ફોક, ફિલ્મી ગરબાની અનોખી સીકવલ્સ બનાવીને ખેલૈયાઆેને ઝુમવા માટે મજબૂર કરી દેવાશે. આેરકેસ્ટ્રાની ટીમમાં આશીષ કોટકની રાહબરી હેઠળ તુષાર ગોસાઈ, સલીમ ઝેરીયા, ઈશાર્દ મીર, અમીત કાચા વિગેરે સાજીંદાઆેની ટીમ ઉપરાંત વિશેષ આકર્ષણમાં મુંબઈના સુષ્મા ઠક્કરના સહયોગથી ભિક્ત કાપડીયા, દિશા ચંદ્રીકાપુર સુર-તાલની સજાવટ કરશે. જ્યારે કોકીલકંઠી ગોરલ દવે, વર્સેટાઈલ મ્યુઝીશ્યન રાહુલ પુરેચા, કપીલ કુમાર સાથે ભાતીગળ અવાજ આપવા માટે જાણીતા દીપક રાજ, અમી ગોસાઈ તથા વિશાળ કોરસવૃંદ ધૂમ મચાવશે. આ વૃંદમાં સેકસોફોન અને બેન્જો ઉપર પરર્ફોર્મ કરનાર કલાકારો આેરકેસ્ટ્રાની શાન છે એટલું જ નહી ‘આજકાલ’ નવરાત્રી મહોત્સવની પણ શાન બની રહેશે.

ગુજરાતી ફિલ્મો અને આલ્બમમાં જેમનો અવાજ ગુંજે છે તે અમિ ચાવડા ગોસાઇ

‘આજકાલ’ નવરાત્રી મહોત્સવનું અન્ય એક નજરાણું ગુજરાતી ફિલ્મોના જાણીતા પ્લેબેક સીગર અને અનેક આલ્બમમાં જેમનો અવાજ ગુંજી રહ્યાે છે તેવા અમિ ચાવડા ગોસાઈ છે. તેઆે જાણીતા ફોક સીગર છે અને સંગીતમાં વિશારદ કરેલું છે. તેઆે માસ્ટર આેફ પરફોમિ¯ગ આર્ટસની ડિગ્રી પણ ધરાવે છે અને રેડિયો-દૂરદર્શનના માન્યતા પ્રાપ્ત આટિર્સ્ટ છે. યુનિવસિર્ટીના યુથ ફેસ્ટિવલ અને સરકારના યુથ ફેસ્ટિવલોમાં રાજ્યસ્તરે પ્રથમ નંબર મેળવનાર અમિ ચાવડા ગોસાઈએ શાસ્ત્રીય ગાયનના તાલીમ ગ્વાલિયર ઘરાનાના શ્રીમતી શારદાબેન રાવ પાસેથી લીધી છે. 2008થી પ્રાેફેશનલ સીગર બનેલા અમિ ચાવડા ગોસાઈ તમામ પ્રકારના ગીતો ઉપર માસ્ટરી ધરાવે છે.

જેમને સાંભળવા માટે હકડેઠઠ ભીડ જામે છે તેવા રાહુલ પૂરેચા

‘આજકાલ’ના આંગણે સૌથી મોટું આકર્ષણ જાણીતા સીગર રાહુલ પૂરેચા બની રહેવાના છે. માત્ર પાંચ વર્ષની વયે કલાસીકલ ગીત ગાવાનું શરૂ કરનાર રાહુલ પૂરેચાનો જન્મ મસ્કતમાં થયો છે અને તે એનઆરઆઈનું સ્ટેટસ ધરાવે છે. વિદેશમાં જન્મ થયો હોવા છતાં ગુજરાતી ભાષા ઉપર અને ગુજરાતી ગીતોના શબ્દો ઉપર તેની પકકડ અદ્ભૂત છે. તેમણે અમેરિકા, કેનેડા, ફારિસ્ટના દેશો અને આફ્રિકામાં પાંચ હજારથી વધુ શો કર્યા છે. ગુજરાતનું સુગમ સંગીત સ્પર્ધાના તેઆે વિજેતા રહ્યા છે અને તેમણે બોલિવૂડના પ્લેબેક સીગર આતીફ અસ્લમ અને કૈલાશ ખેર સાથે અમેરિકામાં સ્ટેજ ઉપર કાર્યક્રમો આપ્યા છે. આ ઉપરાંત સારેગમપના વિજેતાઆે અમાનત અલી અને મૌલી દવે સાથે પણ કાર્યક્રમો આપ્યા છે. રાહુલ પૂરેચા 2010માં ઈન્ડિયન આેઈડોલમાં ટોપ-24માં પણ પસંદગી પામ્યા હતા. રાહુલના કંઠે ગવાતા ગુજરાતી ગીતો સાંભળવા માટે આજે પણ હકડેઠઠ ભીડ જામે છે.

Comments

comments

VOTING POLL