આજથી આંતરરાજ્ય માલ પરિવહન માટે ઈ-વે બિલ ફરજિયાત

February 1, 2018 at 10:56 am


જીએસટી કાઉન્સીલના સભ્ય અને બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ કહ્યું કે આજથી માલની આંતરરાજ્ય આવક-જાવક માટે ઈ-વે બિલ આખા દેશમાં અનિવાર્ય થઈ ગયું છે. જો કે બિહાર સહિત 16 રાજ્યોએ પ્રદેશની અંદર પણ માલ પરિવહન માટે ઈ-વે બિલ અનિવાર્ય કર્યું છે. આમ તો પ્રદેશની અંદર પરિવહન માટે ઈ-વે બિલ આખા દેશમાં 1લી જૂનથી લાગુ થશે.

મુખ્ય સચિવાલયના સભાગારમાં આયોજિત આ કાર્યક્રમમાં સુશીલ મોદીએ કહ્યું કે જીએસટીના પોર્ટલ પર ઈ-વે બિલ બનાવવાની સુવિધા છે. ઈ-વે બિલને ધ્યાનમાં રાખી હવે ચેકપોસ્ટની વ્યવસ્થા પણ ખતમ કરી દેવાઈ છે. આજથી વાણિજ્ય કર વિભાગના અધિકારી વાહનોની તપાસ કરી જોશો કે ઈ-વે બિલ વગર માલની આવક-જાવક તો નથી થઈ રહી ને ? જો કોઈ પણ વાહન ચેકિંગ માટે 30 મિનિટથી વધુ રોકવામાં નહીં આવે. વધુ સમય સુધી રોકવા પર તેની ફરિયાદ જીએસટીના પોર્ટલ ઉપર પણ કરી શકાશે. પેટ્રોલિયમ પદાર્થોને જીએસટીથી બહાર રાખવામાં આવ્યું છે એટલા માટે તેને ઈ-વે બિલની જર નહીં રહે. મોદીએ જણાવ્યું કે ઈ-વે બિલના ચેકિંગની વ્યવસ્થા વધુ ઝડપી બનાવાશે. આ માટે રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટીફિકેશન ડિવાઈસનો ઉપયોગ થશે. દૂરથી જ વાહનો પર લાગેલા ટેગને જોઈને ખબર પડી જશે કે તેની પાસે ઈ-વે બિલ છે કે નહીં.

Comments

comments

VOTING POLL