આજથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આકાશમાંથી પસાર થશે

January 16, 2019 at 1:58 pm


કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સ્ટેશન નિહાળવા માટેની વ્યવસ્થા

ગુજરાત સરકારનાં વિજ્ઞાન વિભાગનાં પેટા વિભાગ ગુજરાત કાઉિન્સલ આેન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા સંવધિર્ત કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર દ્વારા પ્રેરીત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા વિજ્ઞાનને સમાજ ઉપયોગી બનાવવા 15 વર્ષથી વિવિધ દિવસોની ઉજવણી જેવા અનેકવિધ કાર્યક્રમો દ્વારા કાર્યરત છે. અનેક રહસ્યોનો ખજાનો એટલે બ્રûાંડ, બ્રûાંડની સમજ આપતું વિજ્ઞાન એટલે ખગોળ, લોકો ખગોળ વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ કેળવે અને ખગોળીય ઘટનાઆે વિશે માહિતગાર થાય તેવા હેતુથી લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા આવી અનેક ખગોળીય ઘટનાને નિહાળવા માટેનાં કાર્યક્રમો યોજવામાં આવે છે.
ખગોળીય ઘટનાઆે વિશે મનુષ્ય હર હંમેશ જાણકારી મેળવવા ઉત્સુક રહ્યાે છે જેનાં માટે તેણે અવકાશમાં પોતાનું ઘર કહી શકાય તેવું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની રચનાં કરવામાં આવી છે. આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તા.16 જાન્યુઆરી,-2019નાં રોજ ભાવનગરનાં અવકાશમાંથી પસાર થનાર છે. ઇન્ટરનેશનલ સ્પેસ સેન્શન એટલે માણસે અવકાશમાં બનાવેલ ઉડતું ઘર, સ્પેસ સ્ટેશનને બનવા માટે અવકાશ સંશોધનમાં કાર્યરત જાપાન, રશિયા, અમેરિકા, યુરોપ અને કેનેડાનાં સંયુકત પ્રયાસો દ્વારા બનાવવામાં આવેલ.
આ સ્પેસ સ્ટેશનની લંબાઇ 239 ફºટ, પહોળાઇ 356 ફºટ અને ઉંચાઇ 66 ફºટની છે જેનું કુલ વજન 4,50,000 કી.ગ્રા. અને તે 27,600 કિમી-કલાકની ઝડપે પૃથ્વીની આસપાસ 92.65 મિનીટમાં એક ચક્ર પુરૂ કરે છે.આ સ્પેશ સ્ટેશનમાં અવકાશીય સંશોધન માટેની વ્યસ્થા ઉપરાંત ત્યાં રહેતા વૈજ્ઞાનિકો માટે રહેવાની અને દૈનિક ક્રીયાઆે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.
હમણાં જ ભારતિય મુળનાં અને સુનિતા વિલીમ્યનો વિશ્વસમાં સૌથી વધારે 180 દિવસ રહેવાનો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. ભાવનગરનાં આકાશમાં તા.16મીથી 21મી સુધી રાત્રીનાં સમયે જોઇ શકાશે. લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ અંગેની વ્યવસ્થા કરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL