આજથી ભારતનો સિરીઝ બચાવવા સંઘર્ષ

August 18, 2018 at 11:03 am


ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ-સિરીઝમાં એજબેસ્ટન ખાતેની પ્રથમ ટેસ્ટના રોમાંચને પગલે 31 રનથી પરાજિત થયેલી વિરાટસેના લોડ્ર્સની બીજી ટેસ્ટમાં બ્રિટિશરો સામે એક દાવ અને 159 રનના પરાજય સાથે સાવ ઘૂંટણિયે બેસી ગઈ ત્યાર બાદ હવે આજે અહીના ટ્રેન્ટ બ્રિજમાં ત્રીજી ટેસ્ટ (બપોરે 3.30થી લાઇવ) શરુ થઈ રહી છે. જો રુટની ટીમ શ્રેણીમાં 2-0થી આગળ છે અને જો ભારત આ ટેસ્ટ પણ હારશે તો ટ્રાેફી અત્યારથી જ ગુમાવી બેસશે અને પછી 0-5ના વ્હાઇટવોશનો ડર ભારતને બે અઠવાડિયા સુધી સતાવ્યા કરશે.

જોકે, ભારત જાન્યુઆરીમાં જોહનિસબર્ગમાં અનુભવેલા સકારાત્મક વળાંક જેવું અહી ટ્રેન્ટ બ્રિજમાં જોવા માગે છે. ત્યારે સાઉથ આqફ્રકા સામે ભારત પહેલી બન્ને ટેસ્ટ હારી ગયા પછી જોહનિસબર્ગમાં ટોસ જીત્યા બાદ એ મેચ પણ જીતી ગયું હતું.

વિરાટ કોહલીએ 37 ટેસ્ટમાં નેતૃત્વ સંભાળ્યું છે અને તમામ 37 મેચમાં ટીમમાં ફેરબદલ જોવા મળી છે. એ જોતાં, આજે 38મી ટેસ્ટમાં 38મી ફેરબદલ પણ જોવા મળશે. જોકે, ખુદ વિરાટ અને કોચ રવિ શાસ્ત્રી એવી ઇલેવન નક્કી કરવાનો પ્રયાસ કરશે કે જેનાથી લોડ્ર્સની એક ઇનિંગ્સની હાર ભુલાઈ જાય.

વિકેટકીપર દિનેશ કાતિર્ક કદાચ ટેસ્ટ-qક્રકેટમાં છેંી મેચ રમ્યો છે એમ કહી શકાય, કારણકે ખરાબ ફોર્મ (0, 20, 1 અને 0)ને લીધે આજની મેચથી 20 વષ}ય વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને લેવામાં આવે એવી સંભાવના છે. હાદિર્ક પંડéાના સ્થાને કદાચ કરુણ નાયરને ઇલેવનમાં સમાવવામાં આવે તો નવાઈ નહી.

ભારત સામેની એજબેસ્ટન ખાતેની પ્રથમ ટેસ્ટના બીજા દાવમાં બહુમૂલ્ય 63 રન બનાવનાર અને આખી મેચમાં ચાર વિકેટ લેનાર પેસ બોલર સેમ કરેનના સ્થાને બેન સ્ટોક્સને ઇલેવનમાં સમાવવામાં આવ્યો છે. સ્ટોક્સે એ જ ટેસ્ટમાં કુલ છ વિકેટ લીધી હતી. સ્ટોક્સ ગયા વર્ષે બ્રિસ્ટોલની એક નાઇટક્લબની બહાર ઝઘડો અને મારપીટના બનાવની સુનાવણીને લીધે લોડ્ર્સની બીજી ટેસ્ટમાં નહોતો રમી શક્યો. અદાલતે તેને નિર્દોષ જાહેર કરતા તેને ફરી રમવાનો મોકો અપાયો છે.

કેપ્ટન જો રુટે કહ્યું હતું કે બેન સ્ટોકસનું ફરી ટીમમાં સ્વાગત છે, પરંતુ તેને સમાવવા આશાસ્પદ સેમ કરેનને ઇલેવનની બહાર રાખવાનો ખૂબ કઠિન નિર્ણય અમારે નાછૂટકે લેવો પડéાે હતો. મેં મારી કેપ્ટન્સીમાં સિલેક્શનની બાબતમાં લીધેલા સૌથી અઘરા નિર્ણયોમાં આ ગણી શકાય.

બન્ને દેશની ટીમ

ભારત (સંભવિત ઇલેવન): (1) મુરલી વિજય/શિખર ધવન (2) લોકેશ રાહુલ (3) ચેતેશ્વર પુજારા (4) વિરાટ કોહલી (કેપ્ટન) (5) અજિંક્ય રહાણે (6) રિષભ પંત/દિનેશ કાતિર્ક (વિકેટકીપર) (7) રવિચન્દ્રન અશ્વિન (8) કરુણ નાયર/હાદિર્ક પંડéા (9) જસપ્રીત બુમરાહ/ઉમેશ યાદવ (10) ઇશાંત શમાર્ અને (11) મોહંમદ શમી.

ઇંગ્લેન્ડ ઇલેવનઃ (1) ઍલસ્ટેર કુક (2) કીટોન જેનિંગ્સ (3) જો રુટ (કેપ્ટન) (4) આૅલી પોપ (5) જોની બેરસ્ટોવ (વિકેટકીપર) (6) જોસ બટલર (7) બેન સ્ટોકસ (8) qક્રસ વોક્સ (9) આદિલ રશીદ (10) સ્ટુઅર્ટ બ્રાેડ અને (11) જેમ્સ ઍન્ડરસન.

Comments

comments

VOTING POLL