આજથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ, રેકોર્ડ પર રહેશે નજર

September 7, 2018 at 11:58 am


એક વખત ફરી શ્રેણી ગુમાવવાથી નિરાશ ભારતીય qક્રકેટ ટીમ આજે એટલે કે 7 સપ્ટેમ્બરથી શરુ થનારા પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટેયર કુકની વિદાય ટેસ્ટમાં જીત સાથે મેદાન પર ઉતરશે. ઇંગ્લેન્ડે પાંચ મેચની શ્રેણી 3-1થી જીતી લીધી છે જેના કારણે આજે આેવલમાં શરુ થનારી પાંચમી ટેસ્ટ મેચ માત્ર આૈપચારિક મેચ બની ગઈ છે. જોકે ટીમ ઇન્ડિયા પાંચમી ટેસ્ટ જીતી પ્રતિષ્ઠા બચાવવા પ્રયત્ન કરશે.

વિરાટ કોહલીએ આ શ્રેણીની 4 ટેસ્ટમાં 554 રન બનાવ્યા છે. તે ઇંગ્લેન્ડ પ્રવાસમાં એક શ્રેણીમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય બનવાથી ફક્ત 59 રન દૂર છે. હાલ આ રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે છે. દ્રવિડે 2002માં ઇંગ્લેન્ડે પ્રવાસમાં 3 સદીની મદદથી 602 રન બનાવ્યા હતા.

જો અજિંક્ય રહાણેને ટીમમાં સ્થાન મળશે તો આેવલ ટેસ્ટ તેની કારકિદ}ની 50મી ટેસ્ટ બનશે. તે 50 ટેસ્ટ રમનાર વર્લ્ડનો 280મો અને ભારતનો 32મો qક્રકેટર બનશે. ઇંગ્લેન્ડનો આેપનર એલિસ્ટર કૂક નિવૃિત્તની જાહેરાત કરી ચૂક્યો છે. આેવલ ટેસ્ટ તેની કારકિદ}ની અંતિમ ટેસ્ટ બનશે. કૂકને આેવલમાં 1000 રન પુરા કરવા માટે ફક્ત 1 રનની જરુર છે. ફક્ત લેન હટન (1521) અને ગ્રાહમ ગુચ (1097) જ આવી સિિÙ મેળવી ચૂક્યા છે.

ભારતીય આેપનર લોકેશ રાહુલ અને ઇંગ્લેન્ડનો આેપનર એલિસ્ટર કૂક ભારત-ઇંગ્લેન્ડ શ્રેણીમાં સૌથી વધારે કેચ પકડનાર ફિલ્ડર બનવાથી 1 કેચ દૂર છે. ફક્ત એકનાથ સોલ્કર (1972-73માં 12 કેચ) જ તેનાથી આગળ છે. કૂક અને રાહુલે 11-11 કેચ પકડéા છે. આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સીરીઝની અંતિમ ટેસ્ટ મેચ લંડનના કેનિન્ગટનમાં રમાશે, મેચનું લાઇવ બ્રાેડકાસ્ટિંગ લંડનના કેનિંગટન આેવેલ મેદાન પરથી બપોરે 3.30 કલાકે કરાશે.

આ મેચોનુ લાઇવ, મેચની ઇિગ્લંશ કોમેન્ટ્રી Sony Six અને Sony Six Hd પર થશે, જ્યારે ONY TEN 3 અને SONY TEN 3 HD પર હિન્દીમાં કોમેન્ટ્રી પ્રસારિત થશે. સાથે Sony LIV પર સ્ટ્રીમિંગ જોઈ શકાશે.

Comments

comments