આજથી વર્લ્ડકપમાં ભારતના અભિયાનનો પ્રારંભ: ન્યુઝીલેન્ડ સામે પ્રેક્ટિસ મેચ

May 25, 2019 at 10:43 am


Spread the love

30મી મેથી ઈંગ્લેન્ડમાં શ થઈ રહેલા વર્લ્ડકપ-2019 માટે ભારતના અભિયાનનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બપોરે 3 વાગ્યાથી પ્રેક્ટિસ મેચ શ થશે. આ મેચમાં ભારત માટે ચોથા ક્રમના બેટસમેન કોણ તેની ચિંતા તો રહેલી જ છે તેથી પ્રેક્ટિસ મેચો થકી ભારત તેના ઉકેલનો પ્રયાસ કરશે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી, બોલિંગ લાઈન અપ સહિતના પાસાઓની કેપ્ટન કોહલી અને ટીમ મેનેજમેન્ટ ચકાસણી કરશે.