આજથી વોશિંગ મશીન, રેફ્રિજરેટર 7-8% સસ્તા થશે

July 27, 2018 at 10:33 am


સરકારે ગયા સપ્તાહે પસંદગીની વ્હાઈટ ગુડ્ઝ પર જીએસટી 10 ટકા ઘટાડી દેતા ક્ધઝ્યુમર ડ્યૂરેબલ ઉત્પાદકોએ કહ્યું છે કે તેઓ આ લાભ તેમના ગ્રાહકોને આપશે અને વોશિંગ મશીન, રેફ્રિજરેટર, સ્મોલ એપ્લાયન્સીઝના ભાવમાં સાતથી આઠ ટકાનો ઘટાડો કરશે.
જીએસટી કાઉન્સિલે ગયા સપ્તાહે સ્મોલ સ્ક્રીન ટીવી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન પર ટેક્સ 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દીધો છે. નવા રેટ શુક્રવારથી અમલી બનશે. ગોદરેજ એપ્લાયન્સીસના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ કમલ નંદીએ કહ્યું હતું કે ફ્રિજ અને વોશિંગ મશીન પર જીએસટી રેટ ઘટાડાતા તેના ગ્રાહકોને 7-8 ટકા સુધીનો લાભ મળશે. ગોદરેજ આ ઘટાડાનો લાભ તેના ગ્રાહકોને આપશે. તેમણે કહ્યું કે આ નિર્ણયથી એપ્લાયન્સીસ ઈન્ડસ્ટ્રીને રાહત થશે અને માંગ વધશે..
એલજી ઈન્ડિયાના બિઝનેસ હેડ વિજય બાબુએ કહ્યું હતું કે એલજી સ્પષ્ટપણે જણાવે છે કે તે જીએસટીમાં થયેલા ઘટાડાનો 100 ટકા લાભ તેના ગ્રાહકોને 27 જુલાઈથી જ આપવાનું શરૂ કરી દેશે. આ ભાવઘટાડો 7-8 ટકાનો રહેશે. પેનાસોનિક ઈન્ડિયા-સાઉથ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ મનીષ શમર્એિ કહ્યું હતું કે તહેવારોની સિઝન નજીક છે ત્યારે જ વ્હાઈટ ગુડ્ઝ પરના જીએસટીમાં ઘટાડો કરાતા આ ઉદ્યોગને બળ મળશે અને તેમાં વૃદ્ધિ જોવા મળશે. તેમણે કહ્યું કે સૌથી વધારે ફાયદો વોશિંગ મશીન અને રેફ્રિજરેટરમાં થશે. આ બન્નેની માંગમાં નોંધપાત્ર વધારો થશે તેવી આશા છે. 26 ઈંચથી નાના સ્ક્રીનના ટીવી પર પણ ટેક્સ ઘટાડાતા નાના શહેરોમાં આવા ટીવીની માંગ વધશે. .
ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે જીએસટીએ 15 વસ્તુઓ પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દીધો હતો, જેમાં વેક્યુમ ક્લીનર, વોશિંગ મશીન, 68 સેમી(27 ઈંચ)સુધીના ટીવી, ફ્રિજ, લોન્ડ્રી મશીન, પેઈન્ટ, હેન્ડ ડ્રાયર, ફૂડ ગ્રાઈન્ડર અને વાર્નિશનો સમાવેશ છે..

Comments

comments

VOTING POLL