આજનો દિવસ જેટનાં ભાવિ માટે નિર્ણાયક, 1100 પાઈલટ્સ હવે વિમાન નહીં ઉડાડે

April 15, 2019 at 10:26 am


આજનો દિવસ જેટ એરવેઝના ભાવિ માટે નિણર્યિક પુરવાર થવાનો છે. એક તરફ કંપનીનાં સંચાલકો, પીએમઓનાં અધિકારીઓ અને બેન્કોનાં વડાઓની બેઠક કંપનીમાં તાકીદે નવી મૂડી ઠાલવવા નિર્ણય લેવાવાનો છે ત્યારે બીજી તરફ નેશનલ એવિએટર્સ ગિલ્ડનાં જણાવ્યા મુજબ જેટનાં 1100 પાઈલટ્સ આજથી કોઈ વિમાન ઉડાડશે નહીં તેઓ હડતાલ પર ઊતરી જશે.

પાઈલટ્સ અને સ્ટાફને ડિસેમ્બરથી પગાર નહીં મળવાથી તેમણે કંપ્નીની ઓફિસ બહાર દેખાવા પણ કયર્િ હતા. પાઈલટ્સનું એસોસિયેશન આજે તેમનો ભાવિ વ્યૂહ ઘડશે. શનિવારે કંપ્નીના 6 વિમાનોએ જ ઉડાન ભરી હતી. જેટ એરવેઝનાં પાયલટ્સ અને અન્ય સ્ટાફને કંપનીએ ડિસેમ્બરથી પગાર ચૂકવ્યો નથી. જેટનાં પાઈલટ્સ અને એન્જિનિયર્સ હવે 30થી 50 ટકા ઓછા પગારે સ્પાઈસજેટની નોકરી સ્વીકારવા મજબૂર બન્યા છે. જેટના પાઈલટ્સને 25થી 30 ટકા જ્યારે એન્જિનિયર્સને 50 ટકા ઓછા પગારે નોકરીની ઓફર કરાઈ રહી છે. જેટમાં રૂ. 2.90 લાખનો પગાર મેળવતા કો- પાઈલટ્સ આજે રૂ. 2 લાખમાં નોકરી કરવા તૈયાર થયા છે.

પીએમઓની દરમિયાનગીરી પછી બેન્કોની સિન્ડિકેટે સંચાલકો પાસે નવેસરથી ઓપરેશનલ પ્લાન મંગાવ્યો છે. અધિકારીઓ અને નાગરિક ઉડ્ડયન સચિવ ખરોલાની બેઠક પછી જેટમાં રૂ. 1000 કરોડની તાકીદની મૂડી ઠાલવવા વિચારાયું છે. ઈમરર્જન્સી ફંડમાંથી મોટી રકમનો ઉપયોગ કર્મચારીઓનો પગાર કરવા માટે, ઓઈલ કંપનીઓને જેટ ફ્યૂઅલનાં પૈસા આપવા માટે તેમજ કેટલાક વિમાનો ફરી લીઝ પર મેળવવા લીઝનું ભાડું ચૂકવવા માટે કરાશે તેવી ગણતરી છે.

જેટનાં શેર વેચવા માટે મંગાવવામાં આવેલા બીડમાં 7 લોકોએ રસ દશર્વ્યિો છે. બિડને ઓપ્ન કરીને તેની ફાઈનલ પસંદગી કરવાની પ્રોસેસ 7મી મે સુધીમાં પૂરી થાય તેવી શક્યતા છે. જેટ દ્વારા આજ સુધી તેના તમામ ઈન્ટરનેશનલ રૂટ પરની ફ્લાઈટ્સ રદ કરાઈ છે. તેણે હાલ કોલંબો, કાઠમાંડુ, સિંગાપુર અને હોંગકોંગનાં રૂટ પર એડવાન્સ બુકિંગ બંધ કર્યું છે. આમાં સાર્ક અને આશિયાન દેશોનો સમાવેશ થાય છે. જો કે સોમવાર પછી એરલાઈન્સ દ્વારા લંડન, યુરોપ્નાં કેટલાક દેશો જેવો કે એમસ્ટરડમ અને પેરિસનાં રૂટ પણ શરૂ કરાય તેવી શક્યતા હવે નહિવત છે.

Comments

comments

VOTING POLL