આજી ડેમમાં 467 કિમી દૂરથી નર્મદાનીરનું આગમનઃ મેયર

September 8, 2018 at 4:14 pm


રાજકોટ શહેરમાં ચાલું વર્ષે ગત વર્ષ કરતાં અડધો વરસાદ થતાં પાણીપ્રñ સજાર્વાની ભીતિ ઉપસ્થિત થઈ હતી. દરમિયાન ગુરૂવારે ગાંધીનગર ગયેલા મહાપાલિકાના પદાધિકારીઆેએ મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરતાં મુખ્યમંત્રીએ તાકિદે રાજકોટ માટે નર્મદાનીર છોડવા અને નર્મદાનીરથી આજી ડેમ ભરી દેવા આદેશ કર્યો હતો જેના પગલે સૌની યોજના અંતર્ગત તાત્કાલિક અસરથી નર્મદાનીર છોડવામાં આવ્યું હતું. દરમિયાન આ નર્મદાનીર આજે સાંજે આજી-1 ડેમ ખાતે આવી પહાેંચતાં સાંજે 5 કલાકે મેયર સહિતના મ્યુનિ.પદાધિકારીઆેએ નર્મદાનીરના વધામણા કર્યા હતાં. દરમિયાન મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરથી 467 કિ.મી. દૂરથી છોડાયેલું નર્મદાનીર આજે રાજકોટ આવી પહાેંચ્યું છે અને આજી ડેમમાં ઠલવાઈ રહ્યું છે જેથી એકાદ-બે દિવસમાં જ આજી ડેમની સપાટીમાં વગર વરસાદે વધારો થશે. વધુમાં આ અંગે મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમથી વઢવાણ ભોગાવો ડેમ-2 સુધીનું 370 કિલોમીટરનું અંતર, લીન્ક-3થી વઢવાણ ભોગાવો-2 અને ત્યાંથી મચ્છુ ડેમ સુધીનું 66 કિ.મી.નું અંતર મળી કુલ 436 કિલોમીટરનું અંતર અને ત્યાંથી લીન્ક-3થી મચ્છુ-1થી આજી-1 સુધીનું 31 કિલોમીટર સુધીનું અંતર મળી કુલ 467 કિલોમીટરનું અંતર કાપી આજે સાંજે નર્મદા નીર આજી-1 ડેમમાં આવી પહાેંચ્યું હતું.
ચાલુ ચોમાસે અપૂરતા વરસાદને કારણે આજી-1 ડેમમાં પૂરતું પાણી ન આવવાથી જળસંકટ ઉભું ન થાય તે માટે આજી-1 ડેમને નર્મદાનીરથી ભરી આપવા કરવામાં આવેલ રજૂઆતની ગણતરીના કલાકોમાં જ આજી-1 ડેમમાં નર્મદાનીર છોડવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંબંધિત અધિકારીઆેને સુચના આપી હતી. આ અંગે આભાર વ્યક્ત કરતાં મહાપાલિકાના મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયા તથા સ્ટેન્ડિ»ગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ એક યાદીમાં જણાવે છે કે ચાલું ચોમાસાની વિદાયની ઘડીઆે ગણાઈ રહી છે ત્યારે ગયા વર્ષની સરખામણીમાં હજુ 50 ટકા જેટલો જ વરસાદ થયો છે. શહેરની નજીક આવેલ આજી-1 તથા ન્યારી ડેમમાં પૂરતો પાણી પૂરવઠો ન હોવાથી વર્તમાન સ્થિતિ અને આગામી ચોમાસાને ધ્યાને લઈ આજી-1 ડેમમાં નર્મદાનું પાણી છોડવા તા.6/9ના રોજ ગાંધીનગર ખાતે મહાપાલિકાના તમામ પદાધિકારીઆે રૂબરૂ જઈ મુખ્યમંત્રી સમક્ષ વિસ્તૃત રજૂઆત કરી હતી. આ બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગંભીરતાથી ધ્યાને લઈ રાજકોટના નાગરિકોને આગામી ચોમાસા સુધી પીવાના પાણીની કોઈ જ તકલીફ ન થાય તે માટે 735 એમસીએફટી પાણી આજી-1 ડેમમાં છોડવા પ્રજાલક્ષી નિર્ણય લીધો છે તે બદલ તમામ પદાધિકારીઆે ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
વિશેષમાં મેયર બીનાબેન આચાર્ય અને સ્ટેન્ડિ»ગ ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ નર્મદાનું પાણી આજી તરફ છોડવાનું ચાલું પણ કરાવી દીધું છે અને આજે સાંજ સુધીમાં આજી-1 ખાતે આ પાણી પહાેંચી ગયું હતું. હાલમાં આજી-1માં ફક્ત 200 એમસીએફટી જેટલું પાણી છે જે રાજકોટને ફક્ત દોઢ મહિનો માંડ ચાલી શકે તે ઉપરાંત ન્યારી-1 તથા ભાદરમાં પણ પૂરતું પાણી ન હોવાથી પાણીની વર્તમાન સ્થિતિ ધ્યાને લઈ મુખ્યમંત્રીએ ફરીથી આજી-1ને નર્મદા નીરથી ભરી આપવાનો નિર્ણય કરી અને વગર વરસાદે આજી આેવરફલો કરવાની તૈયારી કરી દીધી છે.

Comments

comments

VOTING POLL