આજે અને કાલે ઝાપટાની શકયતા

November 8, 2019 at 2:18 pm


ભાવનગરમાં ગઇકાલથી તાપમાન ગગડવાની શરૂઆત થઇ છે. ગઇકાલે મહત્તમ તાપમાન તો ફરી એકવાર 29 ડિગ્રીને આંબી ગયુ હતુ. શહેરમાં આજે પણ સવારે વાદળા થયા બાદ બપોરે તડકો નીકળ્યો છે. કાલ સાંજ સુધીમાં ભાવનગર શહેરમાં ઝાપટાની શકયતા છે.
ભાવનગરમાં ગઇકાલે મહત્તમ તાપમાન 29.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.6 ડિગ્રી હતુ. આમ બે તાપમાન વચ્ચે 4.7 ડિગ્રીનો તફાવત રહ્યાે છે. હવામાન ખાતાના બુલેટીનમાં આજે અને કાલે જિલ્લામાં વરસાદી ઝાપટાની શકયતા છે.ભાવનગરમાં આજે ભેજનું પ્રમાણ 92 ટકા હતુ. જયારે બીજીબાજુથી સવારના ભાગે વાદળા છવાયા બાદ આજે સવારે 8-30 વાગ્યા સુધી વાદળા છવાયેલા રહ્યા હતા. 8-30 વાગ્યા પછી સૂર્યદેવના દર્શન થયા હતા. વેધર રડારમાં આજે સવારે એક વાગ્યે તાપમાન 25 ડિગ્રી થઇ ગયુ હતુ. જયારે એક વેધર વેબસાઇટમાં સવારે 10 કલાકે 28 ડિગ્રી તાપમાન હતુ. જયારે ગુરૂવારે સામાન્ય છાંટા પડéા બાદ આજે અને કાલે વરસાદી ઝાપટાની શકયતા દશાર્ઇ છે. આજે વરસાદી ઝાપટાની શકયતા છે.

Comments

comments