આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક: રાહલનું રાજીનામું કે યથાવત રહેશે ?

May 25, 2019 at 10:52 am


લોકસભાની ચૂંટણીમાં અત્યંત કારમો પરાજય સહન કરનારી કોંગ્રેસની આજે દિલ્હીમાં વર્કિંગ કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં પ્રમુખ રાહલ ગાંધી રાજીનામું આપી દેશે તેવી ચચર્એિ જોર પકડયું છે ત્યારે રાહલ રાજીનામું આપે છે કે કેમ તેના ઉપર સૌની નજર મંડાયેલી છે.
આ બેઠકમાં રાજ્યવાઈઝ મળેલા પરાજયનું મંથન કરવામાં આવશે અને ક્યાં કચાશ રહી ગઈ તે અંગે પણ ચચર્-િવિમર્શ કરવામાં આવશે.

આ બધાની વચ્ચે મોટાભાગના રાજ્યમાંથી પ્રદેશ પ્રમુખોએ રાજીનામા મોકલી દીધા હોય તેમના રાજીનામા સ્વીકારવામાં આવે છે કે કેમ તે પણ જોવું રહ્યું.
દરમિયાન મુંબઈ કોંગ્રેસ પ્રમુખ સંજય નિરુપમે કહ્યું હતું કે મોદી લહેરમાં અનેક દિગ્ગજોએ પરાજયનો સામનો કરવો પડયો છે. જો કે અમે ફરીથી મહેનત કરશું અને લોકોની વચ્ચે આવશું. આ પરાજયથી તેમણે કોઈ પણ કાર્યકરને હતાશ થયા વગર ઉત્સાહ સાથે જ કામ કરવા સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે દેશના તમામ કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓ રાહલની સાથે ઉભા રહેશે.

Comments

comments

VOTING POLL