આજે કોલકાતામાં પ્રથમ ટી-20 મેચ, બે ખેલાડી કરશે ડેબ્યૂ

November 4, 2018 at 12:09 pm


ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટી-20 મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં આજે રમાશે.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટી-20 મેચ આજે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાશે. આ જ વેન્યૂ પર વેસ્ટ ઇન્ડીઝે 2016માં ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ જીતી હતી. આ દરમિયાન ટીમ ઇન્ડિયાએ પ્રથમ મેચ માટે પોતાની અંતિમ-12ની જાહેરાત કરી દીધી છે. વિકેટકિપર તરીકે રિષભ પંતને તક આપવામાં આવી છે. દિનેશ કાતિર્ક બેટ્સમેન તરીકે રમશે. પ્રથમ ટી-20 મેચ સાંજે 7 કલાકેથી શરુ થશે.

ક્રુણાલ પંડéા આ મેચ સાથે ડેબ્યૂ કરી શકે છે. જેથી ચહલ જેનો અંતિમ-12માં સમાવેશ કર્યો છે તેને બહાર બેસવું પડશે. બીજી તરફ બીજો ડેબ્યૂ કરનાર ખેલાડી ખલીલ અહમદ હશે.

ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે અને ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બંને ફોર્મેટમાં જીત મેળવી હતી. ટેસ્ટમાં ઇન્ડિયાએ 2-0થી જીત મેળવી હતી તો વન-ડેમાં 3-1થી જીત મેળવી હતી. હવે યજમાન ટીમ ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં ટકરાશે.

પ્રથમ ટી-20 માટે અંતિમ-12 : રોહિત શમાર્ (સુકાની), શિખર ધવન, લોકેશ રાહુલ, રિષભ પંત (વિકેટકિપર),મનીષ પાંડે, દિનેશ કાતિર્ક, ક્રુણાલ પંડéા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ, યુજવેન્દ્ર ચહલ.

Comments

comments

VOTING POLL