આજે ક્રોએશિયા સામે ઇંગ્લેન્ડની કસોટી

July 11, 2018 at 11:06 am


28 વર્ષ બાદ સેમિફાઇનલમાં પ્રવેશેલી ઇંગ્લેન્ડની ટીમ 1966 બાદ પહેલી વાર વર્લ્ડ કપ જીતવા માટે આતુર છે ત્યારે બુધવારે તેનો મુકાબલો ક્રોએશિયાની લડાયક ટીમ સામે થનારો છે. ફિફા વર્લ્ડ કપ ફૂટબોલ 2018ની બીજી સેમિફાઇનલ રસપ્રદ બની રહે તેવી સંભાવના છે કેમ કે એક તરફ ઇંગ્લેન્ડની ટીમે આકર્ષક રમત દાખવીને આગેકૂચ કરી છે તો બીજી તરફ ક્રોએશિયાએ યજમાન રશિયાને હરાવીને શાનદાર ઢબે આગેકૂચ કરી હતી. ભારતીય સમય મુજબ રાત્રે 11.30 કલાકે સેમિફાઇનલનો પ્રારંભ થશે..
મિડફિલ્ડર ડેલે અલ્લીએ સંકેત આપ્યો હતો કે ગેરેથ સાઉથગેટની ટીમ ટુનર્મિેન્ટમાં આગળ ધપવા શાંત ચિત્તે રમનારી છે. રશિયામાં અત્યાર સુધીની ઇંગ્લેન્ડની મેચોએ ઘરઆંગણે બહોળું આકર્ષણ પેદા કર્યું છે અને ટીમ સેમિફાઇનલમાં પ્રવેશી તેની ભવ્ય ઉજવણી થઈ હતી. સાઉથગેટની યુવાન ટીમે ઇંગ્લેન્ડમાં પ્રશંસકોના દિલ જીતી લીધા છે. એક તરફ દેશમાં રોમાંચ પ્રસરી રહ્યો છે ત્યારે તેનાથી બિલકુલ વિપરીત ઇંગ્લેન્ડની ટીમ સેંટ પીટર્સબર્ગથી 45 કિલોમીટર દૂર રેપ્નિો ખાતેના રિસોર્ટમાં આરામ કરી રહી છે..
અલ્લીએ જણાવ્યું હતું કે સમગ્ર ટીમ એક કવચ હેઠળ છે જ્યાં ટ્રેનિંગ કેમ્પ છે, પ્રેક્ટિસ છે અને આગામી મેચ માટેનો માહોલ છે પરંતુ સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટમાં જોવા મળે છે તેવો વિશાળ માહોલ નથી.
અમે જાણીએ છીએ કે અમે વર્લ્ડ કપમાં રમી રહ્યા છીએ અને તેમાં પણ સેમિફાઇનલ જંગની તૈયારી કરી રહ્યા છીએ. અમે માત્ર આ મેચ માટે જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને અત્યાર સુધીમાં જે કાંઈ બન્યું છે તે બાબતો ભૂલીને આગળ રમવાના છીએ તેમ તેણે ઉમેર્યું હતું. .
ઇંગ્લેન્ડના આ સુપર સ્ટાર ખેલાડીએ જણાવ્યું હતું કે અમે આમ જ રહીએ તે જરૂરી છે. અમે કાંઈક એવું હાંસલ કરવા માગીએ છીએ જેનાથી ટીમ ફાઇનલમાં પહોંચી શકે અને અંતે ચેમ્પિયન બની શકે. શનિવારે સ્વિડન સામેની મેચમાં ઇંગ્લેન્ડનો 2-0થી વિજય થયો ત્યારે અલ્લીએ તેનો વર્લ્ડ કપ્નો પ્રથમ ગોલ કર્યો હતો. જોકે ક્રોએશિયા સામે ઇંગ્લેન્ડની આકરી કસોટી થનારી છે કેમ કે હરીફ ટીમે આર્જેન્ટિનાને ગ્રૂપ તબક્કામાં હરાવ્યું હતું અને ત્યાર બાદ ડેનમાર્ક સામે પેનલ્ટી શૂટઆઉટમાં વિજય હાંસલ કરીને રશિયા સામે ક્વાર્ટર ફાઇનલમાં ટકરાયું હતું. જ્યાં 2-2ના બરાબરીના સ્કોર બાદ પેનલ્ટીમાં તેનો વિજય થયો હતો..

Comments

comments

VOTING POLL