આજે ખુલશે હેમકુંડ સાહિબનાં કપાટ, દર્શન માટે પહેલો જથ્થો રવાના

June 1, 2019 at 10:50 am


હિમાલયની પર્વતમાળા વચ્ચે આવેલું પ્રમુખ તીર્થસ્થળ હેમકુંડ સાહિબનાં કપાટ શીતકાલીન સમયમાં બધં રહ્યાં બાદ આજથી શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે. અહીંનાં ટ્રસ્ટ તરફથી મળતી માહિતી મુજબ ૮ હજાર શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો ગઢવાલ જિલ્લાનાં ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબ માટે શુક્રવારે રવાના થઇ ગયો છે. ગોવિંદઘાટની બીજી હેમકુંડ સાહિબ ગુદ્રારાથી આશરે ૨૧ કિમીની છે. હેમકુંડ સાહિબ સમુદ્ર તળથી ૧૫ હજાર ફિટની ઉંચાઇએ એક સરોવરનાં કિનારે આવેલું છે. માન્યતા છે કે, આ એક ગુ ગોવિંદ સિંહે સરોવર કિનારે તપસ્યા કરી હતી.

શિયાળામા નથી આવી શકાતુ હેમકુંડ સાહિબ– શિયાળાનાં સમયમાં ભારે હિમવર્ષા અને ઠંડીને કારણે અહીં આવવું અસંભવ બની જાય છે. એવામાં હેમકુંડ સાહિબનાં કપાટ શિયાળામાં બધં કરી દેવામાં આવે છે. પછી જૂનમાં વાતાવરણ થોડુ સામાન્ય થવા પર કપાટ પાછા ખોલવાાં આવે છે. સેનાની મદદથી આ કપાટ ખોલવામાં આવે છે. દરવર્ષે સેના અઙીં પહોંચીને રસ્તા પરનો બરફ હટાવીને સુવિધાઓ પુરી પાડવાનું કામ કરે છે.

આ પહેલા ૨૩ મેનાં રોજ ખુલતા હતા કપાટ
પહેલા હેમકુંડ સાહિબનાં કપાટ ૨૩ મેનાં રોજ ખુલતા હતાં. પણ ભારે હિમવર્ષા આ દિવસોમાં પણ જોવા મળતી હતી તેને કારણે હવે આ તારીખ બદલીને ૧ જૂન કરી દેવામાં આવી છે. આ મહિનાની શઆતમાં આર્મી એન્જીનિયરિંગ કોરની ટીમ હેમકુંડ સાહિબ પહોંચી ગઇ હતી અને તેમણે બરફ હટાવવાનું કામ કરી લીધુ છે. હેમકુંડ સાહિબ મેનેજમેન્ટ ટ્રસ્ટનાં મેનેજર દર્શન સિંહ અનુસાર હેમકુંડ સાહિબમાં પાણીની વ્યવસ્થા પણ કરી લેવામાં આવી છે

Comments

comments