આજે ગ્રામ સંસદનો લોક ચૂકાદો

February 6, 2018 at 2:47 pm


કચ્છ જિલ્લાની પ0 ગ્રામ પંચાયતાેના સરપંચ અને સભ્યપદ માટેના ઉમેદવારોના ભાવિ રવિવારે ઈવીએમમાં પુરાઈ ગયા બાદ આવતીકાલે વિવિધ તાલુકા મથકોએ મતગણતરી થશે અને બપાેર બાદ પરિણામ સાથે ગ્રામ્ય સંસદનાે લોક ચુકાદો જાહેર થશે.
કચ્છ જિલ્લાની 8 તાલુકાઆેની 67 જેટલી ગ્રામ પંચાયતાે માટે ચુંટણી યોજાવાની હતી તેમાંથી 9માં ફોર્મ ભરાયા નહોતા અને 8 સમરસ થઈ છે. તે સિવાયની પ0 ગ્રામ પંચાયતાેમાં સરપંચ અને સÇય પદ માટે રવિવારે મતદાન થયું હતું.
હવે તા.6ઠ્ઠીએ તાલુકા મથકોએ સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થશે. રાપરમાં 16, અંજારમાં 1ર, ભચાઉમાં 7, લખપતમાં પાંચ, મુન્દ્રા અને નખત્રાણાની 4-4 જ્યારે ભુજ અને માંડવીની 1-1 ગ્રામ પંચાયતાેની રવિવારે ચુંટણી યોજાઈ હતી.
ગ્રામ પંચાયતાેની ચુંટણી કોઈ પક્ષના નિશાન પર લડાતી નથી. પરંતુ વ્યક્તિગત રીતે લડાઈ છે. પરંતુ તેમાં ભાજપ અને કાેંગ્રેસના કાર્યકરોએ ઝંપલાવેલું જ છે.
આવતીકાલે સવારે 8 વાગ્યે તમામ તાલુકા મથકોએ આ ગ્રામ પંચાયતાેની ચુંટણી માટે મતગણતરી શરૂ થશે.
બપાેર સુધીમાં તમામ પરિણામો જાહેર થઈ જશે.
મતદાન બાદ ભાજપ અને કાેંગ્રેસ બન્નેએ બહુમતી ગ્રામ પંચાયતાેમાં પાેતાની જ સત્તા આવશે તવો દાવો કયોૅ છે.

Comments

comments

VOTING POLL