આજે ચંદ્રદર્શનઃ કાલથી રમજાન

May 6, 2019 at 4:35 pm


આજે સાંજે ચંદ્રદર્શન સાથે આવતીકાલથી રમઝાન માસનો પ્રારંભ થશે. મંગળવારથી શરૂ થતો પવિત્ર રમજાન માસ મુિસ્લમ બિરાદરો માટે ઘણો કઠીન અને બરકતવાળો ગણાય છે. જેથી કઠીન ઈબાદત તેવો જ બરકત અને ઈબાદત કરવાનો માસ ગણાય છે. આ રમજાન માસમાં ઈસ્લામ ધર્મની પાંચ ફરજોમાંથી ચાર ફરજો અદા થતી હોય છે. ઈસ્લામ ધર્મમાં 13 વર્ષનાં વ્યિક્ત માથે ઈસ્લામ ફરજો લાગુ પડી જાય છે. આ રમજાન માસનું 16 કલાકનું લાબું રોઝુ છે. 45 ડિગ્રી તાપમાનના બળબળતા તાપ હોવા છતાં મુિસ્લમ બિરાદરો રોઝું રાખી ખુદાની બંદગી કરશે. આ રોઝા સાથે પાંચ વખતની નમાઝ પઢશે અને કુરાન શરીફનું પઠન તેમજ રાત્રે તરાહવીની નમાઝ અને આખો દિવસ ઈબાદત બંદગી સાથે રમઝાન માસ મનાવશે. આ રમઝાન માસમાં મુિસ્લમ બિરાદરો માટે જકાત અને ખેરાતનું મહત્વ રહેલું છે. આ પવિત્ર માસ દરમિયાન બિરાદરો દ્વારા ગરીબોને મદદ કરશે. આ ઉપરાંત ઈફતાર સહિતના કાર્યક્રમો યોજાશે.
11 માસમાં બંદગી ન કરી હોય તે બંદગી સવાબ આ એક માસ દરમિયાન મળે છે. મુિસ્લમ બિરાદરો ખૂબ જ ઈબાદત અને સખાવત કરતાં હોય છે. આવતી કાલથી શરૂ થતાં રમઝાન માસને મુિસ્લમ બિરાદરો દ્વારા તૈયારી ચાલી રહી છે.

Comments

comments