આજે જીએસટી કાઉન્સીલની બેઠકઃ અનેક રાહતો મળવાની સંભાવના

August 4, 2018 at 10:37 am


અનેક વસ્તુઆે અને સેવાઆે પર જીએસટી ઘટાડીને મધ્યમ વર્ગને મોટી રાહત આપ્યા બાદ સરકાર હવે રૂપે કાર્ડ અને ભીમ એપનો ઉપયોગ કરનારા લોકોને ભેટ આપવા જઈ રહી છે. રૂપે કાર્ડ અને ભીમ એપ દ્વારા ચૂકવણું કરનારા ગ્રાહકોને 20 ટકા છૂટ મળશે. જો કે આ છૂટ વધુમાં વધુ 100 રૂપિયા હશે. કાર્યવાહક નાણામંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં આજે મળનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે જીએસટી કાઉન્સીલમાં રહેલા મંત્રીમંડળની બેઠકમાં આ બાબતની ભલામણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મોદીની અધ્યક્ષતાવાળા મંત્રીમંડળે જે ભલામણ જીએસટી કાઉન્સીલને મોકલી છે તેમાં રૂપે કાર્ડ અને ભીમ એપ દ્વારા ડિઝિટલ પેમેન્ટ કરનારા ગ્રાહકોને જીએસટીમાં છૂટનો લાભ મળશે. આ છૂટ તેમને કેશબેકના રૂપમાં મળશે અને તેની રકમ સીધી તેના બેન્ક ખાતામાં જમા મળશે. આ સુવિધા એ લોકોને નહી મળે જે માસ્ટર અથવા વિઝા કાર્ડ દ્વારા ચૂકવણું કરશે. એવું મનાય રહ્યું છે કે જીએસટીમાં છૂટ આપવાના આ પ્રસ્તાવ પર અમલ કરવાથી સરકારના ખજાના ઉપર વાર્ષિક અંદાજે 1000 કરોડ રૂપિયાનો બોજ પડશે. આ રકમને કેન્દ્ર અને રાજ્ય મળીને વહન કરશે. આમ સરકારને આશા છે કે ડિઝિટલ લેવડ-દેવડ વધવાથી અર્થવ્યવસ્થામાં સંગઠિત ક્ષેત્રનો દાયરો વધશે જેનાથી અંતતઃ મહેસૂલમાં વધારો થશે. સૂત્રોએ કહ્યું કે દેશમાં લગભગ 28 કરોડ રૂપે કાર્ડ છે જેમાંથી 24 કરોડ રૂપે કાર્ડ વડાપ્રધાન જનધન યોજનાના ખાતાધારકો પાસે છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં એ ખેડૂતો પાસે પણ રૂપે ડેબિટ કાર્ડ છે જેમણે ખેડૂત ક્રેડિટ કાર્ડ બનાવ્યું છે. આ પ્રકારે ડિઝિટલ ચૂકવણાનો લાભ એમને પણ મળશે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં મોદીની અધ્યક્ષતાવાળા આ મંત્રીમંડળને ડિઝિટલ ચૂકવણા પર છૂટના પ્રસ્તાવને એક વર્ષ સુધી ટાળવાની ભલામણ કરી હતી. જો કે 21 જૂલાઈએ મળેલી કાઉન્સીલની બેઠકમાં મંત્રીમંડળે આ મુદ્દે પુનઃ વિચાર કરવા કહ્યું હતું. ત્યારબાદ મંત્રીમંડળે નવી ભલામણ કરી છે.

Comments

comments

VOTING POLL