આજે ટાઉન્ટન ખાતે ઑસ્ટ્રે. સામેની મેચ આમિર ફરી યાદગાર બનાવવાનો પ્રયાસ કરશે

June 12, 2019 at 10:34 am


મોહંમદ આમિર ઑસ્ટ્રેલિયા સામે આજે ટાઉન્ટન ખાતે રમાનારી પાકિસ્તાની ટીમની વર્લ્ડ કપ્ની મેચમાં ફરી પોતાનો યાદગાર દેખાવ નોંધાવવા માગે છે.સમરસેટ કાઉન્ટીના આ વડા મથકે આમિરે ત્રણ વર્ષ અગાઉ ઈંગ્લેન્ડમાં પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પુન:પ્રવેશ કર્યો હતો. પાકિસ્તાનના ક્રિકેટના ઉગતા સિતારા આમિરની કારકિર્દી 2010માં લોડ્ર્સ ટેસ્ટ મેચમાં અચાનક થંભી પડી હતી કે જ્યારે તે અને તેનો સાથી ફાસ્ટ બોલર મોહંમદ આસિફ તે વેળાના કેપ્ટન સલમાન બટના આદેશથી ઈરાદાપૂર્વક નો-બોલ નાખવાના ભ્રષ્ટાચારમાં એક અખબાર દ્વારા કરવામાં આવેલ સ્ટિંગ ઓપરેશનમાં ઝડપાઈ ગયા હતા.
ત્રણે ક્રિકેટર પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને તેઓને જેલની સજા પણ થઈ હતી. 2010ની તે ક્રિકેટ મોસમમાં આમિરે સ્વિંગ બોલિંગના તેના ભવ્ય પ્રદર્શનથી હેડીંગ્લી ખાતે રમાયેલ તટસ્થ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાની ટીમને ફક્ત 88 રનમાં આઉટ કરી દીધી હતી. આમિર 2016માં ઈંગ્લેન્ડમાં પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પાછો ફર્યો હતો અને ટાઉન્ટન ખાતે સમરસેટની ટીમ સામે રમતા તેણે 36 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓપ્નર માર્કસ ટ્રેસકોથિક સહિતની તે ત્રણે વિકેટ તેણે પોતાની સ્વિંગ બોલિંગ વડે પ્રાપ્ત કરી હતી.
ત્યાર પછીનાં વર્ષો આમિર માટે સહેલા ન હતા અને તે ઈંગ્લેન્ડ સામે વન-ડે ઈન્ટરનેશનલ મેચોની તાજેતરમાંની શ્રેણી પહેલા 14 મેચમાં રમી ફક્ત પાંચ વિકેટ ઝડપવામાં સફળ બનવામાં પોતાના પહેલા વર્લ્ડ કપમાં રમવાનું લગભગ ચૂકી ગયો હતો. આમિરે તે શ્રેણીમાં ઈંગ્લેન્ડ સામે ધોવાઈ ગયેલી પહેલી મેચમાં બોલિંગ કરી ન હતી અને છેલ્લી ચાર મેચમાં અછબડાના કારણે તે ભાગ લઈ શક્યો ન હતો. ઈંગ્લેન્ડની ટીમે તે શ્રેણી 4-0થી જીતી હતી. વર્લ્ડ કપ માટે પાકિસ્તાને જાહેર કરેલ પ્રાથમિક ટીમમાંથી પડતા મુકાવા પછી 27 વર્ષના આમિરનો પાછળથી સમાવેશ કરાયો હતો. તેણે પોતાની પહેલી વર્લ્ડ કપ્ની મેચમાં 26 રનમાં ત્રણ વિકેટ લીધી હતી, પણ પાકિસ્તાની ટીમ ફક્ત 105 રનમાં આઉટ થઈ જતા તેનો વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટ્રેન્ટ બ્રીજ ખાતે સાત વિકેટથી પરાજય થયો હતો.
ત્યાર પછી, પાકિસ્તાને ગયા અઠવાડિયે પોતાની બીજી મેચમાં આયોજક રાષ્ટ્ર ઈંગ્લેન્ડની ટીમ સામે આશ્ર્ચર્યજનકપણે હાંસલ કરેલા 14 રનથી વિજયમાં તેણે 67 રનમાં બે વિકેટ લીધી હતી. પાકિસ્તાનની ત્રીજી મેચ બ્રિસ્ટોલ ખાતે શ્રીલંકા સામે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી. પાકિસ્તાન પાંચ વારના વર્લ્ડ કપ વિજેતા ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની છેલ્લી 14 મેચમાંથી ફક્ત એક જાન્યુઆરી 2017માં મેલબર્ન ખાતે જીત્યું છે.
અમે ઑસ્ટ્રેલિયા ઉપરાંત ઈંગ્લેન્ડ સામે પણ ઘણી મેચ જીતી નથી અને આયોજક રાષ્ટ્રની ટીમ સામેના છેલ્લા વિજયમાંથી અમારા ખેલાડીઓનો આત્મવિશ્ર્વાસ વધ્યો છે, એમ પાકિસ્તાનના કેપ્ટન અને વિકેટકિપર સરફરાઝ અહમદે કહ્યું હતું. ઑસ્ટ્રેલિયાની ટીમનો રવિવારે ભારત સામે 36 રનથી પરાજય થયો હતો અને વર્તમાન વર્લ્ડ કપમાં આ તેની પહેલી નિષ્ફળતા બની હતી. આ પહેલા, ઑસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચો જીતી હતી.
સરફરાઝે કહ્યું હતું કે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર બોલ ટેમ્પરિંગના કૌભાંડમાં પોતાની સંડોવણી બદલ તેઓ પર મૂકેલા એક વર્ષના પ્રતિબંધની મુદત પૂરી કરી ટીમમાં પાછા ફરવાથી ઑસ્ટ્રેલિયા ઘણું પ્રબળ બન્યું છે, પણ અમે તેની સામે રમવા તૈયાર છીએ. ઑસ્ટ્રેલિયા ઈચ્છે છે કે વર્તમાન સ્પધર્મિાં બે વ્યક્તિગત અડધી સદી નોંધાવી ચૂકેલ ડાબોડી ઓપ્નર વોર્નર ફરી તેના ટોચના ફોર્મમાં રમે. તેણે ભારત વિરુદ્ધ 84 બોલમાં 56 રન કયર્િ હતા. પણ વોર્નર જોડે રન દોડવાની ગેરસમજૂતીમાં ઑસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન અને તેનો સાથી ઓપનિંગ બેટધર એરોન ફિન્ચ રન-આઉટ થયો હતો.

Comments

comments

VOTING POLL