આજે દેશ બિલકુલ સુરક્ષિત હાથમાં : મોદીએ દાવો કર્યો

February 26, 2019 at 8:13 pm


પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદી સંગઠન જૈશના અ?ાઆે ઉપર હવાઈ હુમલા કરવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક અલગ અંદાજમાં હવાઈ હુમલાનાે ઉલ્લેખ કયોૅ હતાે. પુલવામા ત્રાસવાદી હુમલામાં શહીદ 40 જવાનાેના ફોટાવાળા મંચ ઉપરથી મોદીએ કહ્યું હતું કે, આજે લોકોનાે મિજાજ અલગ દેખાઈ રહ્યાાે છે. લોકોના ઉત્સાહને તેઆે સમજી રહ્યાા છે. તેમણે કહ્યું હતું કે, આજ એવો પ્રસંગ છે જ્યારે દેશના પરાક્રમવીરોને નમન કરવાનાે સમય છે. મોદીએ કહ્યું હતું કે, તેઆે દેશના માથાને ક્યારે પણ ઝુંકવા દેશે નહીં. દેશ આજે બિલકુલ સુરક્ષિત હાથમાં છે. ચુરુની ધરતીથી લોકોને વિશ્વાસ અપાવતા મોદીએ કહ્યું હતું કે, દેશ બિલકુલ સુરક્ષિત હાથોમાં છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, દેશથી ઉપર કોઇ ચીજ નથી. દેશની સેવા કરનાર અને દેશના નિમાૅણમાં લાગેલા દરેક વ્યક્તિને તેઆે નમન કરે છે. ચુરુ, શિકરના હજારો જવાનાે રા»ટ્રની સુરક્ષામાં લાગેલા છે. મોદીએ રેલી દરમિયાન 2014ની ચૂંટણી પ્રચાર દરમિયાન આવેલી કવિતા પણ વાંચી હતી જેમાં મોદીએ એ વખતે કહ્યું હતું કે, મે દેશ નહીં ઝુંકને દુંગા. મોદીએ રેલીને સંબાેધતા કહ્યું હતું કે, સાેગંદ મુઝે ઇસ મિટ્ટી કી કી મેં દેશ નહીં ઝુંકને દુંગા, સાેગંદ મુઝે ઇસ મિટ્ટી કી મેં દેશ નહીં મિટને દુંગા, દેશ નહીં રુકને દુંગા. મોદીના અસરકારક સંબાેધનથી ઉપસ્થિત લોકોમાં નવો જુસ્સાે ઉમેરાઈ ગયો હતાે. મોદીએ આ સંબાેધન દરમિયાન પાેતાની સરકારની વિવિધ યોજનાઆેનાે ઉલ્લેખ કયોૅ હતાે જેમાં પીએમ કિસાન સન્માન નિધિનાે પણ ઉલ્લેખ કયોૅ હતાે જેના ભાગરુપે લાખો ખેડૂતાેના ખાતામાં સીધીરીતે પૈસા પહાેંચી રહ્યાા છે. ચુરુમાં સંબાેધન વેળા મોદી મોદીના નારા પણ લાગ્યા હતા.

Comments

comments