આજે પુતિન અને ડાનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મંત્રણા ઉપર સૌની નજર

July 16, 2018 at 10:52 am


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મહત્વના સંમેલનમાં હાજર થવા માટે ફિનલેન્ડની રાજધાની હેલસિંકી પહોંચી ગયા છે. બંને નેતા અમેરિકા અને રશિયા વચ્ચે સંબંધોની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દે ચચર્િ કરશે.
નોંધનીય છે કે, ટ્રમ્પે પુતિનને માર્ચમાં ફરથી રાષ્ટ્રપતિ બનવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારપછી ટ્રમ્પ અને પુતિન વચ્ચે બેઠક વિશે ચચર્િ થઈ હતી. આ સંમેલનમાં બંને રાષ્ટ્રપતિઓ વચ્ચે સીધી વાત થશે તથા તેની સમાપ્તિ સંયુક્ત સંવાદદાતા સંમેલન સાથે થશે. બંને નેતા એક જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ જાહેર કરે તેવી શક્યતા છે. માનવામાં આવે છે કે, આ બેઠક દરમિયાન અમેરિકાનો હેતુ ભારત, રશિયા અને ચીન વચ્ચેના ગઠબંધનને તોડવાનો પ્રયત્ન કરશે.
હેલસિંકીમાં થનારા દ્વીપક્ષીય સંમેલનમાં ટ્રમ્પ સિંગાપોરના શાનદાર અનુભવ ફરી જીવવા માગે છે. ટ્રમ્પે ગયા મહિને સિંગાપોરમાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે ઐતિહાસિક મુલાકાત કરી હતી. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોનું કહેવું છે કે, હાલની રાજકીય સ્થિતિ વચ્ચે રાષ્ટ્રપતિ ડોલાન્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે સંમેલન યોગ્ય સમયે નક્કી કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, અમેરિકામાં 2016માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાના કથિત હસ્તક્ષેપ વિશે રશિયાની 12 અધિકારીઓ સામે અભિયોગ દાખલ કરવામાં આવ્યો છે.

Comments

comments

VOTING POLL