આજે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર: ભાવ વધારા મુદ્દે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી

September 12, 2018 at 10:51 am


પેટ્રાેલ અને ડીઝલના ભાવમાં આજે કોઈ વધારો થયો નથી. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રાેલનો ભાવ 88.26 રુપિયા પ્રતિ લીટર પહાેંચી ગયો છે. મહારાષ્ટ્રના જ પરભણીમાં પેટ્રાેલનો ભાવ 90 રુપિયાને પાર કરી ગયો છે.
પેટ્રાેલ-ડીઝલના સતત વધતા ભાવ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતી અરજી પર આજે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી થઈ શકે છે. કેન્દ્ર સરકાર અને પેટ્રાેલિયમ કંપનીઆે દૈનિક પેટ્રાેલ અને ડીઝલની કિંમતમાં થઈ રહેલા વધારા પર પ્રતિબંધ લગાવે તેવી જનહિતની અરજીમાં માંગ કરવામાં આવી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કણાર્ટકમાં ચૂંટણી દરમિયાન આશરે 20 દિવસ સુધી પેટ્રાેલ અને ડીઝલના ભાવ નહોતા વધ્યા. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારની દલીલ હતી કે પેટ્રાેલ અને ડીઝલના ભાવ પર તેમનું નિયંત્રણ નથી અને તેઆે કોઈ હસ્તક્ષેપ કરવા નથી કરતા.
રાજસ્થાન અને આંધ્રપ્રદેશે પેટ્રાેલ અને ડીઝલ પર વેટ ઘટાડી લોકોને રાહત આપ્યા બાદ પિશ્ચમ બંગાળના સીએમ મમતા બેનજીર્્એ પણ પેટ્રાેલ-ડીઝલનો ભાવ એક રુપિયો ઘટાડાવાની જાહેરાત કરી છે.

Comments

comments