આજે પ્રથમ વન-ડે : ઇંગ્લેન્ડ સામે ભારત ફેવરિટ

July 12, 2018 at 10:56 am


ટી20 સિરીઝ જીત્યા બાદ આત્મવિશ્વાસથી છલકાતી ભારતીય ટીમ વધુ એક સિરીઝ જીતવાના ઇરાદા સાથે આજે રમાનારી પ્રથમ વન-ડે qક્રકેટ મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની ટી20 સિરીઝનો આજથી પ્રારંભ થઈ રહ્યાે છે. આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં જ યોજાનારા વન-ડે વર્લ્ડ કપ અગાઉ બંને ટીમ માટે આ ટ્રાયલ સમાન સિરીઝ બની રહેવાની સંભાવના છે. ભારતીય સમય મુજબ સાંજે 5.00 કલાકે મેચનો પ્રારંભ થશે..
ઇંગ્લેન્ડમાં 2019માં વર્લ્ડ કપનું આયોજન થનારું છે ત્યારે આ વન-ડે સિરીઝ વિરાટ કોહલી અને તેની ટીમ માટે એક રીતે અહીના હવામાન અને હરીફથી સેટ થવા માટેની સારી તક સમાન છે. બરાબર એક વર્ષ બાદ ભારત અહી વર્લ્ડ કપમાં રમવાનું છે. એક તરફ ભારતે તાજેતરમાં જ ઇંગ્લેન્ડને ટી20માં 2-1થી હરાવ્યું હતું તો કોહલી એન્ડ કંપનીએ એ પણ ન ભૂલવું જોઇએ કે ગયા મહિને જ ઇંગ્લેન્ડની ટીમે જાયન્ટ આેસ્ટ્રેલિયાને પોતાના ઘરઆંગણે 6-0થી હરાવ્યું હતું..
તાજેતરના સમયગાળામાં ઇંગ્લેન્ડની ટીમ 50 આેવરના qક્રકેટમાં સુપ્રીમ ફોર્મ ધરાવે છે. આમ છતાં છેલ્લા એક વર્ષના પ્રદર્શન પર નજર કરીએ તો ભારતીય ટીમ આ સિરીઝ જીતવા માટે ફેવરિટ મનાય છે. ઇંગ્લેન્ડ પાસે જોઝ બટલર, જેસન રોય, એલેક્સ હેલ્સ, જ્હોની બેરસ્ટો અને આેઇન મોર્ગન જેવા બેટ્સમેન છે જેની સામે ભારત પાસે બે સ્પિનર ચહલ અને કુલદીપ યાદવ છે પરંતુ જસપ્રિત બુમરાહની ટીમને ખોટ સાલશે તેમાં કોઈ શંકા નથી..
2015ના વર્લ્ડ કપની નિષ્ફળતા બાદ ઇંગ્લેન્ડે શાનદાર દેખાવ કર્યો છે અને છેંી 69માંથી 46 વન-ડે મેચ જીતેલી છે. જોકે 2017ના જાન્યુઆરીમાં ભારત સામેની વન-ડે સિરીઝમાં તેનો પરાજય થયો હતો. એ સિવાય તાજેતરમાં સ્કોટલેન્ડ સામેની એકમાત્ર વન-ડેમાં પણ તે હાર્યું હતું પરંતુ ત્યાર બાદ તેણે આેસ્ટ્રેલિયાને 6-0થી હરાવ્યું હતું..
આ સિરીઝથી ભારતીય ટીમ મેનેજમેન્ટ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પોતાની ટીમ સં કરવાનો પણ પ્રયાસ કરશે. લોકેશ રાહુલે ટી20માં સદી ફટકારી હતી તો ત્રીજી ટી20માં રોહિત શમાર્એ પણ સદી નાેંધાવી હતી. આમ વિરાટ કોહલી આ સિરીઝમાં ચોથા ક્રમે રમવાનું પસંદ કરે તેવી સંભાવના છે. આમ થાય તો શિખર ધવન અને રોહિત શમાર્ આેપનિંગ કરશે અને રાહુલ ત્રીજા ક્રમે રમવા આવશે..

Comments

comments

VOTING POLL