આજે બાબરી ધ્વંસની વરસીઃ અયોધ્યામાં જડબેસલાક સુરક્ષા

December 6, 2018 at 11:07 am


બાબરી ધ્વંસની 26મી વરસીએ એટલે કે આજે કોઇ અનિચ્છનિય ઘટના ન બને અને ભગવા જૂથો રામમંદિરનો સંવેદનશીલ મુદ્દાે ન ઊપાડી લે તે માટે અયોધ્યામાં તમામ રસ્તાઆે અને ગલીઆેમાં હજારોની સંખ્યામાં સુરક્ષા જવાનોને ગોઠવી દેવામાં આવ્યા હોવા ઉપરાંત આરામગૃહો અને પસાર થતા તમામ વાહનોની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.
વિશ્વ હિન્દુ પરિષદ-વિહિપ) અને બજરંગ દળ બાબરીધ્વંસની વરસીના દિવસની અનુક્રમે શૌર્ય દિવસ અને વિજય દિવસ તરીકે ઉજવણી કરી રહ્યા છે. અને તેમણે લોકોને દિવાળીની જેમ જ ઘરે ઘરે દીવડાં પ્રગટાવવા જણાવ્યું છે.
બીજી તરફ મુિસ્લમ જૂથો બાબરીધ્વંસના દિવસને યમ-એ-ગમ (દુઃખના દિવસ) અને યમ-એ-શ્યાહ (કાળા દિવસ) તરીકે મનાવશે. જોકે બંને કોમના જૂથો દ્વારા આ પ્રકારની જાહેરાત કરવી પરંપરા બની ગઈ છે, પરંતુ પચીસ નવેમ્બરે વિહિપ દ્વારા રામમંદિરના મુદ્દે યોજવામાં આવેલી ધર્મસભાએ સત્તાધારીઆેને શહેરમાં સુરક્ષાવ્યવસ્થા વધુ સઘન બનાવવા પ્રેર્યા છે.
અયોધ્યામાં બહુસ્તરીય સુરક્ષાના ભાગરુપ વિવાદાસ્પદ સ્થળ સહિત અન્ સંવેદનશીલ સ્થળોએ 2500 જેટલા પોલીસ અધિકારીઆે ઉપરાંત રેપિડ ઍક્સન ફોર્સના જવાનોને ગોઠવી દેવામાં આવ્યા છે, એમ અધિકારીઆેએ કહ્યું હતું. અયોધ્યા ખાતે રામમંદિર નિમાર્ણ અંગે ઉપસ્થિત વિખવાદમાં 6 ડિસેમ્બરને દિવસે બાબરી મિસ્જદ તોડવામાં આવી હતી જે વાતને 26 વર્ષ પૂરા થયા છે. અયોધ્યા ખાતે વિશ્વ હિન્દુ પરિષદના સંવાદદાતા શરદ શમાર્એ જણાવ્યું હતું કે અયોધ્યા ખાતે પારંપારિક શૈલીથી શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. અયોધ્યા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ઉપરાંત અન્ય હિન્દુ સંગઠનો દ્વારા ધામિર્ક રીતે શૌર્ય દિવસની ઉજવણીની તૈયારી કરવામાં આવી છે જે અંતર્ગત રામમંદિર નિમાર્ણની ઇચ્છાપૂતિર્ માટે હવનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. શમાર્એ ઉમેર્યું હતું કે માર્યા ગયેલા નિર્દોષ કારસેવકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ઉપરાંત સર્વ બાધા મુિક્ત હવનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તેમણે કારસેવકોની તુલના સીતામાતાને બચાવવા શહીદ થનારા જટાયુ પક્ષી સાથે કરી હતી.
ઉલ્લેખનીય છે કે દિલ્હી ખાતે નવમી ડિસેમ્બરના રોજ બીજી મહા ધર્મસભાનું આયોજન હાથ ધરાયું છે જેમાં પાંચ લાખથી વધુ લોકો ભાગ લેશે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તા. 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજ ખાતે ધર્મ સંસદનું આયોજન હાથ ધરવામાં આવશે. જેમાં અનેક મહાન સંતો, મહંતોને આમંત્રિત કરવામાં આવશે. ધર્મસંસદમાં રામમંદિર ઉપરાંત ગૌહત્યા, ગંગા શુિÙ ઉપરાંત સામાજિક તાલમેલના મુદ્દે ચર્ચા હાથ ધરાશે. નિર્મોહી અખાડાના મહંત રામદાસ સ્વામીએ જણાવ્યું હતું કે મોગલ સ્થાપત્યમાંથી રામજન્મભૂમિની મુિક્તના પ્રતીક સ્વરુપે શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. 500 જેટલા અખાડામાં ઘીના દીવા પ્રગટાવી ઉજવણી કરવામાં આવશે.

Comments

comments

VOTING POLL