આજે ભારત અને અમેરિકાના વિદેશમંત્રીઆે વચ્ચે મહત્વની બેઠક

September 6, 2018 at 10:47 am


ભારત અને અમેરિકા વચ્ચે પહેલી વખત ટુ પ્લસ ટુ બેઠકનું આયોજન કરાયું છે. આજે નવી દિલ્હી ખાતે ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને તેમના અમેરિકી સમકક્ષ માઇક પોિમ્પઆે વચ્ચે મંત્રણા યોજાવાની છે. અમેરિકી વિદેશમંત્રી માઇક પોિમ્પઆેએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં ભારત-રશિયાના મિસાઇલ સોદા વિશે તથા ભારત-ઈરાનના ક્રૂડવ્યાપાર વિશે ચર્ચા થાય તેવી શક્યતા છે, પરંતુ આ મુદ્દાઆે ઉપર ભાર મૂકવામાં આવશે નહી. બીજી તરફ આ બંને મુદ્દે ભારત પોતાનો પક્ષ મજબૂત રીતે મૂકવા માટે સં છે અને તેવા સંકેત આપી પણ દીધા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત સુરક્ષા અને Iધણસંકટ અંગે અમેરિકાને પોતાની સ્થિતિ સમજાવવાનો પ્રયાસ કરી શકે છે. ભારતે એવો સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ભારત-રશિયાના મિસાઇલ સોદા તથા ભારત-ઈરાનના ક્રૂડવ્યાપાર મુદ્દે અમેરિકા સામે નમતું જોખાશે નહી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં બંને દેશોના સંરક્ષણ અને વિદેશમંત્રીઆે ભાગ લેવાના છે, તેમાં આતંકવાદ, સંરક્ષણ, સહયોગ અને વ્યપાર જેવા મુદ્દે ચર્ચા થવાની છે. આ સિવાય બંને દેશો પાકિસ્તાનની નવનિયુક્ત સરકાર તથા એચવન-બી વિઝા પ્રqક્રયામાં થયેલા ફેરફાર અંગે ચર્ચા થાય તેવી શક્યતાઆે જણાઈ રહી છે. આ ઉપરાંત બંને દેશો ઘણા સમયથી પેન્ડિંગ એવા સંચાર-સુરક્ષા સમજૂતી ઉપર પણ ચર્ચા કરીને એકમત થઈ શકે છે. આ જોડાણ થશે તો ભારતીય સેનાને મોટો ફાયદો થાય તેમ છે. ભારતીય સેના અમેરિકી ટેિક્નકનો ઉપયોગ કરી શકશે.
વર્ષમાં બે વખત ટુ પ્લસ ટુ બેઠકનું આયોજન કરાશે
મોદી અને ટ્રમ્પ વચ્ચે ગત વર્ષે થયેલી બેઠક બાદ નક્કી કરાયું હતું કે, અમેરિકા અને ભારત વચ્ચે ટુ પ્લસ ટુ બેઠક વર્ષમાં બે વખત યોજવામાં આવશે. સુરક્ષા, ટેક્નોલોજી અને વ્યાપારિક મુદ્દે બંને દેશો દર વર્ષે બે વખત બેઠક યોજશે, તેનાં અનુસંધાનમાં જ ગુરુવારે પહેલી વખત ટૂ પ્લસ ટૂ બેઠકનું આયોજન થયું છે.

Comments

comments

VOTING POLL