આજે ભારત–બાંગ્લાદેશ વચ્ચે ત્રિકોણીય શ્રેણીનો ફાઈનલ

March 18, 2018 at 11:44 am


વિશ્ર્વસનીય ભારત અને તેજસ્વી બંગલાદેશ વચ્ચે નિદાહાસ ટેન્ટી–૨૦ ત્રિકોણી શ્રેણીની અહીં આજે રમાનારી રસાકસીભરી ફાઈનલ મેચમાં રોષભરી પણ ઉગ્ર હરીફાઈ જોવા મળવાની આશા કરાય છે.
સ્પર્ધાની આરંભિક મેચમાં અસફળ રહ્યા પછી ભારતની બીજી કક્ષાની ટીમે વિજયની હેટ–ટિ્રક કરી હતી અને બંગલાદેશે આયોજક રાષ્ટ્ર્રની ટીમ વિદ્ધ બે નાટકીય વિજય મેળવી ફાઈનલમાં પ્રવેશ કર્યેા છે.
બંગલાદેશની ટીમે મહમુદુલ્લાહ રિયાઢે છેલ્લા બોલમાં ફટકારેલા છગ્ગાથી શુક્રવારે રાતે શ્રીલંકા સામે રસાકસીભર્યેા વિજય નોંધાવ્યો હતો. પાકિસ્તાન અને આસ્ટ્રેલિયા જોડે ભારતની હરીફાઈની જેમ ભારત–બંગલાદેશ વચ્ચેની મેચોનો કોઈ મહત્ત્વનો ક્રિકેટ ઈતિહાસ રહેલો નથી. પણ, ૨૦૧૫ના વલ્ર્ડ કપમાં મેલબર્ન ખાતેની કવાર્ટર–ફાઈનલ મેચમાં અમ્પાયરિંગની કેટલીક ભૂલના કારણે થયેલા પરાજય બાદ, બંગલાદેશ રમતના મેદાનમાં ભારતને પોતાનો સૌથી મોટો હરીફ દેશ ગણે છે.

તે મેચમાં રોહિત શર્માને તેની કમર જેટલી ઐંચાઈના ફુલ–ટોસ બોલમાં કેચ કરાયો હતો, પણ અમ્પાયરે તેને નો–બોલ જાહેર કર્યેા હતો. તે જ વર્ષે ભારત વન–ડે મેચોની શ્રેણી બંગલાદેશમાં હારી ગયું હતું. જોકે, ક્રિકેટ કસબની ગણતરીમાં ભારતની ટીમ બંગલાદેશ કરતાં ઘણી ચઢિયાતી છે અને એકથી એકની સરખામણીમાં રોહિત અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ વિશ્ર્વભરમાં ઘણા રન કર્યા છે.
ધવન આ સ્પર્ધામાં તેના ૨૦૦ રનથી નજીકમાં છે અને સુકાની રોહિતે પણ છેલ્લી વિભાગીય મેચમાં ૬૧ બોલમાં ૮૯ રન કરી પોતાના બેટિંગ ફોર્મમાં પાછો ફર્યેા છે. ટી–૨૦ની ટૂંકી મુદતની રમતમાં સુરેશ રૈના કરતાં ૨૨ ખેલાડીમાંથી અન્ય કોઈને તેમાં રમવાનો વધુ અનુભવ નથી. દિનેશ કાર્તિક અને મુશફિકર રહીમ બેટિંગમાં સમાન લાગે છે, પણ તમિળનાડુના તે વિકેટકીપરે દબાણભર્યા સંજોગમાં વધુ સારી રમત વારંવાર દેખાડી છે.
મનીષ પાંડે પાસે મહમુદુલ્લા જેટલો આંતરરાષ્ટ્ર્રીય ક્રિકેટનો અનુભવ નથી, પણ આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં તેના દસ વર્ષ તેને મદદગાર બને છે. બોલિંગ વિભાગમાં શાર્દુલ ઠાકુર ધીમી પ્રગતિ કરી રહ્યો છે અને વોશિંગ્ટન સુંદરની પાવરપ્લે તબક્કામાં ગોલંદાજી આ પ્રવાસમાં ભારતનો સૌથીમોટો લાભ બન્યો છે. વિજય શંકરનો દેખાવ પણ પ્રભાવિત રહ્યો છે, પણ તેની બોલિંગમાં કેટલાક કેચ જમીનદોસ્ત થવાથી તે અમુક વેળા દુર્ભાગ્ય રહ્યો છે.

પણ, ભારતની એકમાત્ર ચિંતા બીજા નિષ્ણાત સીમ બોલર માટેની છે, કારણ કે જયદેવ ઉનડકટ તથા મોહંમદ સિરાજ બંનેએ ઘણા રન ખર્ચી નાખ્યા છે. અક્ષર પટેલ અથવા દીપક હડામાંથી કોઈ એકની અહીંની ધીમી પિચ પર વધારાના સ્પિન બોલિંગ ઓલ–રાઉન્ડર તરીકે પસંદગી થઈ શકે છે.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, સુરેશ રૈના, દિનેશ કાર્તિક, મનીષ પાંડે, જયદેવ ઉનડકટ, યુઝવેન્દ્ર ચહલ, વિજય શંકર, શાર્દુલ ઠાકુર, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, લોકેશ રાહત્પલ, અક્ષર પટેલ, દીપક હડા, મોહંમદ સિરાજ.
બંગલાદેશ: શકિબ અલ હસન (કેપ્ટન), મુશફિકર રહીમ, તમિમ ઈકબાલ, મહમુદુલ્લા, બેલ હત્પસેન, શબ્બિર રહેમાન, સૌમ્ય સરકાર, નઝમુલ ઈસ્લામ, લિટન દાસ, તાસ્કીન અહમદ, મુશફિઝુર રહેમાન, મહેંદી હસન, ઈમલ કેયસ, આરિફુલ હક, નુલ હસન, અબુ હૈદર રોની, અબુ જાવેદ.

Comments

comments

VOTING POLL