આજે રાત્રે પૂ.પ્રમુખ સ્વામીનો 98મો જન્મોત્સવ ઉજવાશે

December 7, 2018 at 4:13 pm


વિશ્વ વંદનીય સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ તારીખ 5 ડિસેમ્બર થી 15 ડિસેમ્બર દરમ્યાન માધાપર-મોરબી બાયપાસ રોડ,રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્વામિનારાયણનગરમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાઈરહ્યાે છે.

મહોત્સવ અને રાજકોટ મંદિર દ્વિદશાિબ્દ મહોત્સવ ઉપક્રમે સ્વામિનારાયણ નગરના પ્રમુખસ્વામી સભા મંડપમાં 15000થી પણ વધુ મહિલા ભાવિકોએ લાભ લીધો હતો. સંમેલનનો આરંભ સ્વામિનારાયણ મહામંત્ર ધુન ગાન તેમજ પ્રાર્થના દ્વારા થયોહતો. ત્યારબાદ યુવતીઆે દ્વારા ‘પાયોજી મ¦ને પુરુષોત્તમ વર પાયો’ કીર્તન પર મંગલાચરણ નૃત્ય રજૂ કરવામાં આવ્યું. મંગલાચરણ બાદ વિરાટ ભિક્ત યાત્રાકાઢવામાં આવી હતી. જેમાં મહિલા સભા – કે જે મહિલાઆેના વ્યિક્તગત અને આધ્યાિત્મક ઉત્કર્ષ નું કાર્ય કરે છે, યુવતી સભા – કે જે યુવતીઆેના ચારિત્ર સંસ્કારો અને સર્વાંગી વિકાસનું જતન કરે છે, બાલિકાઆેના ઘડતર માટે તૈયાર કરવામાં આવેલી બાલિકા સેવિકા સભા, પ્રાર્થના યજ્ઞ, સ્કૂલ કાર્યક્રમ – ‘ચાલો આદર્શ બનીએ’, ડોક્ટર્સ ટીમ, સ્વચ્છતા અભિયાન, કીર્તન આરાધના, વગેરે જેવી બીએપીએસ દ્વારા ચાલતી પ્રવૃિત્તઆેના ફ્લાેટ્સ રજુ કરવામાં આવ્યા હતા. મહિલા સંમેલનમાં પ્રમુખ સ્વામીના 98મા જન્મજયંતી વર્ષ દરમિયાન થયેલી સામાજિક, ધામિર્ક અને લોક-કલ્યાણની પ્રવૃિત્તઆેને રજુ કરતો વિડિયો બતાવવામાં આવ્યો હતો. બાલિકાઆે દ્વારા નૃત્ય નાટિકા-‘ખિસકોલી’ રજૂ કરવામાં આવી હતી. યુવતીઆેદ્વારા પણ સંસ્કૃતિક નૃત્ય દ્વારા શાંતિપાઠનું ગાન કરવામાં આવ્યું હતું.રાજકોટના મહિલા હરિભક્તો પર પ્રમુખસ્વામીની અવિરત ભાગીરથી ગંગા સતત વહેતીરહી છે, એ પ્રસંગોની રજૂઆત કરતો સંવાદ રજૂ થયો હતો.

વિરાટ મહિલા સંમેલનમાંમુખ્ય મહેમાન તરીકે મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, રાજકોટમહિલા મોરચા અધિકારી અંજલીબેન રુપાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજકોટ મેયર બીનાબેન આચાર્ય, જુનાગઢ મેયર આÛશિક્તબેન મજમુદાર, સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી વાઇસ ચાન્સેલર નીલાંબરીબેન દવે, મહિલા પુર્વમંત્રી જસુબેન ગોરાડ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, કાેંગ્રેસ પ્રમુખ કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ મહેમાનઆેનુ હારતોરા અને શાલ આેઢાડી સન્માન કરવામાં આવ્યું, અને જન્મજયંતી મહોત્સવની યાદગીરી રુપે સ્મૃતિ ભેટ પણ

આપવામાં આવી હતી. આજે પ્રમુખસ્વામી મહારાજનો અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે 98મો જન્મદિવસ છે. એ નિમિત્તે રાજકોટમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા વિવિધ પ્રકારના રોગોના નિવારણ અર્થે આર્થીક રીતે જરુરિયાતમંદ દદ}આે માટે નિઃશુલ્ક આૅપરેશન યજ્ઞનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. જેની પૂતિર્ આવનારા 15-30 દિવસમાં પૂર્ણ થશે. નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક આૅપરેશન યજ્ઞ વિશેષતાઆે ઃ350 થી વધુ આૅપરેશન,આૅપરેશન રજિસ્ટ્રેશન સ્થળ ઃ સ્વામિનારાયણ નગર, સેવાનંદ પ્રદર્શન ખંડની બાજુમાં બ્લડબેંક યુનિટ, રજીસ્ટ્રેશન તાઃ 7/12/2018(રજીસ્ટ્રેશન ફક્ત એક જ દિવસ રહેશે.), રજીસ્ટ્રેશન સમય ઃ સવારે 9ઃ00 થી સાંજે 7ઃ00 સુધી.પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ જેમણે પોતાના 95 વર્ષનું સમગ્ર જીવન માનવ ઉત્કર્ષ અને લોકહિત માટે વિતાવ્યું હતું. બીજાના ભલામાં આપણું જ ભલું છે આ જીવનસૂત્ર સાથે જેમણે લાખોના જીવનમાં સંાવના પ્રસરાવી છે. જેઆેએ માનવતાના મુલ્યોનું, સંુણોનું નિરંતર વહન કર્યું છે એવા
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના જીવન પર આધારીત નૃત્યનાટિકા સંત પર મહિતકારીની સાંયકાળે અંºત પ્રસ્તુતિ કરવામાં આવશે.

Comments

comments

VOTING POLL