આજે રાહુલ ગાંધી આપશે ઈફતાર પાર્ટી: વિપક્ષને એક જૂથ કરવાનો વધુ એક પ્રયાસ

June 13, 2018 at 11:05 am


કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું છે. કોંગ્રેસની આ ઈફ્તાર પાર્ટીમાં કોંગ્રેસના નેતા સિવાય વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. રાહુલ ગાંધી વિપક્ષી પાર્ટીઓને એકમંચ પર લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસે છેલ્લે 2015માં ઈફ્તાર પાર્ટી આપી હતી. રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ 2015 બાદ કોંગ્રેસ દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઇફતાર પાર્ટીનો મુખ્ય હેતુ વિપક્ષને એકજૂટ કરવાનો છે. દેશની એનડીએ સરકાર વિરુધ્ધ મહાગઠબંધન કરવાનો છે.
આમ હવે રાહુલ ગાંધી અધ્યક્ષ બન્યા બાદ ફરી એકવાર ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈફ્તાર પાર્ટીની જવાબદારી પાર્ટીના લઘુમતિ નેતાઓને સોંપવામાં આવી છે. આ આયોજન હોટલ તાજ પેલેસમાં રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 2019 લોકસભાની ચૂંટણી પહેલા રાષ્ટ્રવ્યાપી સ્તરે એનડીએ સામે મહાગઠબંધનની કવાયત ચાલી રહી છે.
આમ વિરોધ પક્ષને મજબૂત કરવા માટે ખાસ આ ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ટીમાં કણર્ટિકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી, જેડીએસ અધ્યક્ષ એચ.ડી. દેવગૌડા સામેલ થશે. આ ઉપરાંત યુપીના બે મોટા નેતા અખિલેશ યાદવ અને માયાવતી પણ ઈફ્તાર પાર્ટીમાં પહોંચી તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
જ્યારે આ ઇફતાર પાર્ટીને લઇને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મુલાયમસિંહ યાદવ, શરદ યાદવ, શરદ પવાર, સીતારામ યેચૂરી, તેજસ્વી યાદવ પણ સામેલ થઈ શકે છે. આ પૂર્વે અહેવાલ આવ્યા હતા કે પાર્ટીમાં રાહુલ ગાંધીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આમંત્રણ આપ્યું નથી.
જોકે બાદમાં કોંગ્રેસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આમંત્રણ આપ્યું હતું. જેને પ્રણવ મુખજીર્એ સ્વીકારી પણ લીધું છે અને તે પણ કોંગ્રેસની ઈફ્તાર પાર્ટીમાં ભાગ લેશે. ત્યારે જોવું એ રહ્યું કે રાહુલ ગાંધી વિપક્ષી પાર્ટીઓમાં એકતા બનાવવામાં કેટલા સફળ રહે છે.

Comments

comments