આજે વિરાટ કોહલીનો જન્મદિવસઃ અનુષ્કા સાથે ઉત્તરાખંડમાં કરશે ઉજવણી

November 5, 2018 at 11:07 am


ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો આજે 30મો જન્મદિવસ છે. આજે જન્મદિવસની ઉજવણી માટે તે ઉત્તરાખંડ પહાેંચી ગયો છે અને અહી તે પત્ની અનુષ્કા સામે જન્મદિવસની ઉજવણી કરશે. તે શનિવારે જ નરેન્દ્રનગર સ્થિત આનંદા હોટેલ પહાેંચી ગયો હતો અને જન્મદિવસની ઉજવણી કર્યા બાદ દિવાળીના દિવસે પત્ની સાથે દિલ્હી પરત ફરશે.

શનિવારે કોહલી પત્ની અનુષ્કા સાથે જોલીગ્રાન્ટ એરપોર્ટ પહાેંચ્યો હતો. અહીથી તે નરેન્દ્રનગરની આનંદા હોટેલ પહાેંચ્યો હતો. તેનું આગમન એટલું ગુપચુપ રહ્યું કે પ્રશંસકોને ખબર જ પડી નહોતી.

હોટેલ સૂત્રોના જણાવ્યા મુજબ આજે જન્મદિવસની ઉજવણી ઉત્તરાખંડની ખૂબસૂરત વાદીઆેમાં કરશે. દરમિયાન અનુષ્કા શમાર્ હરિદ્વાર સ્થિત પોતાના ગુરુ અનંત બાબા પાટીલના પ્રત્યેક શુભ કાર્ય પહેલાં આશીવાર્દ લેવા જાય છે ત્યારે આજે પણ જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ વિરાટ પોતાનો જન્મદિવસ હરિદ્વારમાં આધ્યાિત્મક ગુરુના આશ્રમમાં પણ મનાવી શકે છે. બન્ને આશ્રમમાં પહાેંચીને ધામિર્ક અનુષ્ઠાનમાં ભાગ લેશે.

હોટેલ સૂત્રોએ ઉમેર્યું હતું કે બન્નેનો ઋષિકેશમાં એક દિવસનો રાિãટ»ગ અને કેમ્પીગનો કાર્યક્રમ છે. વિરાટ અને અનુષ્કા દિવાળીના દિવસે દિલ્હી પરત ફરશે. ઉલ્લેખનીય છે કે વિરાટ અને અનુષ્કા લગ્ન પહેલાં પણ ઘણી વખત નરેન્દ્રનગર સ્થિત આનંદ હોટેલમાં ખાસ્સો એવો સમય પસાર કર્યો હતો.

જ્યારે પણ અનુષ્કા ઉત્તરાખંડ આવે છે ત્યારે હરિદ્વાર પથરી સ્થિત અંબુવાલામાં પોતાના ગુરુને ત્યાં અવશ્ય જાય છે. ગત વર્ષે તે પહેલી વખત વિરાટને લઈને આવી હતી. અહી બન્નેના લગ્નની તારીખ અનંત બાબાએ જ નક્કી કરી હતી.

Comments

comments

VOTING POLL