આજે શનિવાર અને શનિશ્વરી અમાસનો સંગમઃ શનિદેવતાને રીઝવતા ભાવિકો

May 4, 2019 at 11:40 am


આજે શનિશ્વરી અમાસ નિમિતે શનિદેવનાં મંદિરોમાં ભકતોની ભીડ ઉમટી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આવેલા શનિમંદિરોમાં શનિદેવની પૂજા-અર્ચના કરી હતી. આજે ચૈત્ર વદ અમાસ અને શનિવારનો સંગમ સજાર્તા ભાવિકોમાં શનિવારી અમાસનું મહત્વ વધ્યું છે.
પોરબંદર નજીક શનિનાં જન્મસ્થાન ગણાતા હાથલા ગામે શનિશ્વરી અમાસની ઉજવણીમાં સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો ઉમટયા છે. શનિદેવતાને રિઝવવા માટે વર્ષમાં આવતા ખૂબ આેછા દિવસો પૈકી શનિ અમાસ છે.
આજે શનિ આરાધના દાન-પૂÎય અને પૂજા કરવાથી શનિ દેવતાનાં આશીર્વચન પ્રાપ્ત થાય છે. કાળા તલ, કાળા અડદ, તલનું તેલ સાથે શનિદેવતાનું પૂજન અને હનુમાન ચાલીસાનાં જાપ ભાવિકો કરી રહ્યા છે.

Comments

comments

VOTING POLL