આજે 11:30 વાગ્યા બાદ વોટ્સએપ થઇ જશે બંધ, જાણો શુ છે સચ્ચાઇ!!!

August 20, 2018 at 8:52 pm


દેશભરમાં વોટ્સએપ યુઝર્સ આ દિવસોમાં પરેશાન રહે છે આ સોશિયલ મેસેજિંગ એપ માટે સમસ્યાનું કારણ એક મેસેજ છે. જેમા કહેવામાં આવી રહ્યું છે કે વોટ્સએપ રાતે 11:30 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી બંધ થવાનું છે. જો તમારી પાસે પણ આવો મેસેજ આવ્યો છે અને તમે પણ તનાવમાં છો તો થોડૂક ધૈર્ય રાખો કારણકે આવું કઇ થવાનું નથી.

2016માં પણ વાયરલ થયો હતો આ જ મેસેજ

જોકે તપાસ કરતા માલૂમ પડ્યું છે કે આ મેસેજ નકલી છે. રસપ્રદ વાત એ છે કે આવો જ મેસેજ 2016માં પણ વાયરલ થયો હતો. ત્યારે તેમા વોટ્સએપમા સીઇઓનો ઉલ્લેખ હતો. મેસેજમાં લખવામાં આવ્યું છે કે રાત્રે 11:30થી સવારે 6:00 વાગ્ય સુધી વોટ્સએપ બંધ રહેશે અને આ નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે.

ફોરવર્ડ કરવા અને એકાઉન્ટ ડીલીટ કરવાની પણ વાત

આટલું જ નહીં મેસેજમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે તેને આગળ ફોરવર્ડ નહીં કરો તમારું એકાઉન્ટ 48 કલાકની અંદર ડિલીટ કરી દેવામાં આવશે. આવુ થયુ તો 499 રૂપિયાની ચુકવણી પછી જ વોટ્સએપ ફરીથ એક્ટિવેટ થઇ શકશે. તેને દરેક ગ્રુપ અને કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ લોકોને પણ મોકલવાનું કહેવામાં આવી રહ્યું છે.

આઇટી તેમજ સોશિયલ મીડિયા એક્ષપર્ટ મુજબ, આ રીતના મેસેજ વર્ષ 2016માં પણ વાયરલ થયો હતો. જે રીતથી તેને કેન્દ્ર સરકારનો નિર્ણય બતાવવામાં આવી રહ્યો છે. તે સમયે વોટ્સએપની સીઇઓનો નિર્ણય બતાવવામાં આવ્યો હતો. તે સમયે વોટ્સએપના સીઇઓ જોન કુમ હતા. 2016માં આ મેસેજ ખૂબ વાયરલ થયો હતો જેને લઇને વોટ્સએપે પ્રતિક્રિયા પણ આપી હતી. ત્યારે એકાઉન્ટ ઇનવેલિડ થવા પર 299 રૂપિયાની ચુકવણી કરવા પર ફરી ચાલું કરવાની વાત કરવામાં આવી હતી.

પંજાબ તેમજ હરિયાણા હાઇકોર્ટના સીનિયર એડવોકેટ કહ્યું કે સરકાર તરફથી આવો કોઇ નિર્દેશ કે આદેશ નથી. સોશિયલ મીડિયાની દેખરેખને લઇને ગત દિવસોમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે કોઇ પણ પ્રકારની મોનિટરીંગ કરી રહ્યા નથી અને કરશે પણ નહી. એવામાં આ પ્રકારના મુદ્દા શરૂઆતથી જ નકલી લાગી રહ્યો છે.

Comments

comments