આટકોટમાં પિતરાઇભાઇના લગ્નમાં ફાયરિગ કરનાર પાસના કન્વીનરની ધરપકડ

January 21, 2019 at 11:55 am


જસદણના આટકોટ ખાતે લગ્નપ્રસંગે ફાયરિ»ગ કરનાર પાસના કન્વીનર વિરૂધ્ધ ગુનો નાેંધાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. પિતરાઈભાઈના લગ્ન પ્રસંગે મિત્રની પરવાનાવાળી બારબોરની બંદૂકમાંથી ફાયરિ»ગ કર્યા હતા જે વીડિયો વાઈરલ થયો હતો અને આ અંગે પોલીસે ગુનો નાેંધ્યો હતો.

મળતી વિગતો મુજબ જસદણ પાસના કન્વીનર સુનિલ ખોખરિયા આટકોટ ખાતે પોતાના મોટાબાપાના દીકરીના લગ્નપ્રસંગે બારબોર બંદૂકમાંથી બે રાઉન્ડ હવામાં ફાયરિ»ગ કર્યા હતા જે અંગેનો વીડિયો વાઈરલ થયો હતો. આ અંગે પોલીસે તપાસ કરી જસદણ પાસના કન્વીનર સુનિલ ધીરૂ ખોખરિયાની ધરપકડ કરી છે. જસદણના ઈશ્વરિયા ગામના અશ્વિન મારકણાની લાઈસન્સવાળી બારબોરની બંદૂકમાંથી ગત તા.17-1ના રોજ બે રાઉન્ડ ફાયરિ»ગ થયું હતું જેનો વીડિયો રેકોર્ડ થયો હોય અને આ સાત સેકન્ડના વીડિયોને વોટ્સએપ સ્ટેટસમાં રાખવામાં આવ્યો હતો જે બાબતે પોલીસને ધ્યાને આવતાં આટકોટના પીએસઆઈ બી.એસ. ચૌધરીએ ફરિયાદી બની સુનિલ ખોખરિયા વિરૂધ્ધ ગુનો નાેંધ્યો હતો તેમજ આ પ્રકરણમાં બેદરકારીથી પરવાનાવાળી બંદૂકમાંથી ફાયરિ»ગ કરી હથિયાર પરવાનાની શરતનો ભંગ કરવા અંગે પણ કાર્યવાહી કરાઈ હતી.

Comments

comments

VOTING POLL