આડેસર અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના ભચાઉ સ્થિત મકાનમાંથી પ.78 લાખની ચોરી

August 6, 2018 at 11:01 pm


શોક મગ્ન પરિવારના ઘરે ચોરીના બનાવથી હડકંપ, પાેલીસે ગુનાે નાેંધી તપાસ શરૂ કરી

આડેસર નજીક ત્રિપલ અકસ્માતમાં ભચાઉના વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું. તેની સતાની આગ હજુ ઠંડી થઈ ન હતા ત્યારે તેના મકાનનું તસ્કરોએ નિશાન બનાવીને રૂા. પ.78 લાખની માલમતા ચોરી કરીને લઈ ગયા હતા. પાેલીસે અજાણ્યા શખ્સાે સામે ગુનાે નાેંધી તપાસ હાથ ધરી છે.

ભચાઉ પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતુ ંકે, શહેરની સવોૅદય સાેસાયટીમાં રહેતા સરતાનભાઈ રબારીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને રોકડા રૂા. 16 હજાર, 17.પ0 તાેલા સાેનાના આભુષણો, 740 ગ્રામ ચાંદીના આભુષણો સહિત કુલ રૂા. પ.78 લાખની માલમતા ચોરી કરી ગયા હતા. તસ્કરોએ મોતનાે મલાજ રાખ્યા વગર લાખોની માલમતા ચોરી કરીને લઈ ગયા છે. ભોગ બનનારના ભત્રીજા લીલા પુના રબારીએ નાેંધાવેલી ફરીયાદના આધારે પાેલીસે ગુનાે નાેંધી તપાસ શરૂ કરી છે.
આડેસર પાસે સજાૅયેલા ત્રીપલ અકસ્માતમાં ભચાઉના સરતાનભાઈ રબારીનું મૃત્યુ નિપજ્યું હતું. પરિવાર તેની અંતિમક્રિયામાં હતાે ત્યારે ભચાઉ સ્થિત તેના મકાનને તસ્કરોએ નિશાન બનાવીને રૂા. પ.78 લાખની ચોરી કરીને લઈ ગયા હતા. આ ચોરી કોઈ જાણભેદુ કરી હોવાનાે પાેલીસને શક છે. બનાવની જાણ થતાં શોકમગ્ન પરિવારના ઘરે પહાેંચી હતી અને તપાસ શરૂ કરી હતી. હાલ તાે પાેલીસને તસ્કરનાે કોઈ અતાેપતાે મળ્યો નથી. પણ શોકમગ્ન પરિવારના ઘરે થયેલી ચોરીના મામલે પાેલીસે તપાસ શરૂ કરી છે.

Comments

comments