આતંકના પૈસામાંથી ધર્મસ્થાનં

October 17, 2018 at 11:45 am


અંડર વર્લ્ડના પૈસે બોલીવુડની ઘણી ફિલ્મો બની છે પરંતુ હવે આવે અનીતિના પૈસાથી ધર્મસ્થાનો બન્યા છે. ભારતની તપાસનીશ એજન્સી એન.આઈ.એ. દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, આતંકી હફિઝ સઈદના પૈસાથી હરિયાણાના પલવલમાં મિસ્જદ બનાવવામાં આવી છે. તપાસનીશ એજન્સીએ કરેલો દાવો જો ખરેખર સાચો હોય અને તેના પુરાવા હોય તો આ એક વાસ્તવમાં ગંભીર મામલો કહી શકાય.આ મિસ્જદ સુરક્ષા એજન્સીઆેના તપાસના ઘેરામાં આવીએ છે.

એન. આઈ એ.એ ત્યાં સુધી કહ્યું છે કે, મિસ્જદ માટે લશ્કર-એ-તોઇબાએ નાણાં આપ્યા છે. એક એનઆઈએ આેફિસરે કહ્યું હતું કે સલમાન જે દુબઈમાં હતો, ત્યારે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો. તેને એફઆઈએફ પાસેથી પૈસા મળી રહ્યા છે. સંગઠને તેને મિસ્જદ બનાવવા માટે 70 લાખ રુપિયા આપ્યા હતા. આ સિવાય તેની પુત્રીઆેના લગ્ન માટે પણ પૈસા આપ્યા હતા. અમે હવે તપાસ તરી રહ્યા છીએ કે મિસ્જદને દાન કેમ મળી રહ્યું છે અને આ પૈસાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યાે છે.

પલવલના ઉત્તરા ગામમાં ખુલાફા-એ-રશીદીન મિસ્જદની તપાસ એનઆઈએ અધિકારીઆેએ કરી હતી. એજન્સીએ આ પહેલા ટેરર ફંડિગ મામલામાં મિસ્જદના ઇમામ મોહમ્મદ સલમાન સહિત ત્રણ લોકોની નવી દિલ્હીથી ધરપકડ કરી હતી. ઉત્તરા ગામના નિવાસીઆેએ જણાવ્યું છે કે મિસ્જદનું નિમાર્ણ વિવાદિત ભૂમિ પર થયું છે. સાથે તેમનું કહેવું છે કે તેમને સલમાનના લશ્કર-એ-તૈયબા સાથે લિંકની કોઈ જાણકારી નથી.

એનઆઈએ મિસ્જદ સાથે જોડાયેલ લોકોની પુછપરછ કરી રહી છે અને ખાતાની તપાસ જારી છે. દાન અને દસ્તાવેજો પણ તપાસવા માટે જપ્ત કરવામાં આવ્યા છે. આ મિસ્જદ સિવાય પણ જો કોઈ ધર્મસ્થાનમાં આવા અનીતિના નાણાં વપરાયા હોય તો તેની સર્વગ્રાહી તપાસ થવી ઘટે.

Comments

comments

VOTING POLL