આતંકવાદ ખતમ કરવા પાક.ને ચાર માસનો સમયઃ નહીતર બ્લેકલિસ્ટ

June 22, 2019 at 10:49 am


Spread the love

આતંક પર એક્શન માટે ફાયનાન્શીયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)એ પાકિસ્તાનને અંતિમ ચેતવણી આપી દીધી છે. ફ્લાેરિડામાં મળેલી એફએટીએફની બેઠકમાં પાકિસ્તાનને આતંક વિરુદ્ધ કાર્યવાહી માટે આેક્ટોબર-2019 સુધીની સમયમર્યાદા આપી દેવામાં આવી છે. એફએટીએફ તરફથી ઈસ્લામાબાદને મોકલવામાં આવેલી ચેતવણીએ પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવાની આશંકાને વધુ મજબૂત કરી દીધી છે. પાકિસ્તાનના પ્રમુખ અખબાર ડોનમાં ની સમાચાર એજન્સીના હવાલાથી પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર તુક} જ એકમાત્ર દેશ હતો જેણે ઈસ્લામાબાદને બ્લેકલિસ્ટ કરવાનો વિરોધ કર્યો હતો.

ભારત દ્વારા લાવવામાં આવેલા આ પ્રસ્તાવને અમેરિકા અને બ્રિટને પણ પોતાનું સમર્થન આપ્યું છે. અહેવાલો અનુસાર પાકિસ્તાન સાથે લાંબા સમય સુધી ઉભા રહેનારા ચીને આ મિટિંગમાં હાજરી આપી નહોતી. ભારત એફએટીએફની એશિયા-પેસેફિક જોઈïટ ગ્રુપનું કો-ચેયર સભ્ય છે. એફએટીએફના નિર્દેશો અનુસાર પાકિસ્તાનની આતંકી સંગઠનો વિરુÙ કાર્યવાહી અને મની લોન્ડ્રરિ»ગ રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાંની સમીક્ષા ભારત પણ કરે છે.

>પાકિસ્તાન પાછલા એક વર્ષથી એફએટીએફના ગ્રે-લિસ્ટમાં છે અને તેણે પાછલા વર્ષે જૂનમાં એન્ટી મની લોન્ડ્રરિ»ગ અને ટેરર ફન્ડીગ વિરુદ્ધ મજબૂત તંત્ર બનાવવાનો અને તેની સાથે કામ કરવાનો વાયદો કર્યો હતો. પાછલા વર્ષે પાકિસ્તાનને ગ્રે-લિસ્ટમાં મુકવાના નિર્ણયની સાથે એફએટીએફે નિવેદન જારી કરી કહ્યું હતું કે પાકિસ્તાન સંપૂર્ણ રીતે આતંકનું આર્થિક સમર્થન રોકવામાં નિષ્ફળ નિવડયું છે. આ આધાર ઉપર તેને હાઈરિસ્કની શ્રેણીમાં મુકવું જોઈએ.
22 ફેબ્રુઆરી-2019માં આ અંગેના સમાપન રિપોર્ટમાં કહેવાયું હતું કે આતંકીઆેને નાણાકીય પોષણ રોકવામાં પાકિસ્તાને યોગ્ય કાર્યવાહી કરી નથી. દા-એશ (આઈએસઆઈએસનું અરેબિક નામ), જેયુડી, એફઆઈએફ, લશ્કર-એ-તોયબા, જેઈએમ અને તાલીબાન સાથે જોડાયેલા આતંકી સંગઠનોના આર્થિક આધારને નબળો કરવા માટે પાકિસ્તાને યોગ્ય પગલાં ઉઠાવ્યા જ નથી.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન માટે આ ચેતવણી ખતરાની ઘંટડી છે. જો એફએટીએફ ઈસ્લામાબાદને બ્લેકલિસ્ટ કરે છે તો તેની સીધી અસરરૂપે પાકિસ્તાન દુનિયાથી સંપૂર્ણ રીતે અલગ-થલગ થઈ જશે.