આતંકવાદ મુકત કાશ્મીર ?

January 28, 2019 at 10:05 am


કોઈ એમ કહે કે કાશ્મીરમાંથી આતંકવાદ થઇ ગયો તો ઘડીક તો વિશ્વાસ પણ ન બેસે પણ આ દિશામાં શરુઆત થઇ ગઈ છે. ભારતીય લશ્કરે વર્ષના આરંભમાં જ આશા વ્યક્ત કરી હતી કે વર્ષ 2019માં કાશ્મીરમાં ફેલાયેલા આતંકવાદનો અંત આવી જશે. આ દિશામાં પગલું લેતાં કાશ્મીરમાં અંકુશરેખા પાસે આવેલા બારામુલ્લા જિલ્લાને આતંકવાદ મુકત જાહેર કરી દેવામાં આવ્યો છે. બારામુલ્લા કાશ્મીરનો એવો પહેલો જિલ્લાે છે જેને આતંકવાદ મુક્ત જાહેર કરવામાં આવ્યો છે. અલગતાવાદીઆે અને આતંકવાદીઆેનો ગઢ મનાતો ઉત્તર કાશ્મીરનો બારામુલ્લા જિલ્લાે હવે આતંકવાદીઆેથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો છે. બારામુલ્લામાં હવે કોઈ સ્થાનિક આતંકવાદી જીવતો નથી બચ્યો એવો દાવો કરવામાં આવ્યો છે.

રસપ્રદ વાત તો એ છે કે હજુ હમણાં જ સુરક્ષાદળે બારામુલ્લાથી અંદાજે સાત કિમી દૂર લશ્કરે તૈયબાના ત્રણ સ્થાનિક આંતકવાદીને ઠાર માર્યા હતા. અહી એ જણાવવું જરુરી છે કે, બાવીસ વર્ષ અગાઉ લશ્કરના તત્કાલીન બ્રિગેડિયર અહલાવતે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લા માટે આ જ પ્રકારનો દાવો કર્યો હતો. અંદાજે છ વર્ષ પહેલા બડગામ જિલ્લા માટે પણ આ જ રીતની વાત કરવામાં આવી હતી.

તત્કાલીન મુખ્ય પ્રધાન આેમર અબ્દુલ્લાએ બડગામ અને ગંડરબાલને આતંકવાદ મુક્ત લેખાવી અફાસ્પા હટાવવાની વાત કરી હતી, પરંતુ 2, ડિસેમ્બર 2013ના આતંકવાદીઆેએ ચાડૂરામાં છડેચોક પ્રભારી સહિત ત્રણ જણની હત્યા કરી બધાનાં મોઢાં બંધ કરી દીધા હતા. આતંકવાદથી પ્રભાવિત બારામુલ્લા જિલ્લામાં જ વર્ષ 2016માં આતંકવાદીઆેએ ઉરી છાવણી પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ભારતીય લશ્કરે સર્જિકલ સ્ટ્રાઈક કરી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદીઆેના અનેક ઠેકાણાઆે અને લોિન્ચંગ પેડનો નાશ કર્યો હતો.

હવે એક જિલ્લાને ફરી આંતકવાદ મુક્ત જાહેર કરવામાં આવ્યો છે ત્યારે જોવાનું એ રહે છે કે, આ ‘ આઝાદી ‘ કેટલો સમય ટકે છે.

Comments

comments

VOTING POLL