આતંકીઓ કાશ્મીરમાં વધુ હમલા કરવાની ફિરાકમાં હોવાનો ધડાકો

August 27, 2018 at 11:12 am


કાશ્મીરમાં નવા આતંકીઓની ભરતીમાં વધારો થયો હોવાનો ધડાકો થયો છે. સેનાને મળેલી જાણકારી અનુસાર ભરતીમાં વધારો થતાં હથિયારો ઓછા પડી રહ્યા છે તેથી હવે આતંકીઓ સેના અને પોલીસ ઉપર હમલા કરવાનો પ્લાન બનાવી રહી છે. તાજેતરમાં જ ઘાટીમાં અલગ અલગ સ્થાનો પર પોલીસની હત્યા દરમિયાન પણ તેના હથિયાર લૂંટી લેવાયા હતા.
સેના સાથે જોડાયેલા સૂત્રના જણાવ્યા અનુસાર આ વર્ષે આતંકીઓની ભરતી પહેલાંની સરખામણીએ વધી ગઈ છે. આ વર્ષે 31 જૂલાઈ સુધીમાં જ 131 આતંકી ભરતી થઈ ચૂક્યા છે. પાછલા વર્ષે આ સંખ્યા 117 હતી. 2016માં 88 યુવાનોએ આતંકનો દામન પકડયો હતો.
આ વર્ષ પૂરું થવા સુધીમાં આંકડો 150ને પાર થઈ જવાની આશંકા છે. પાછલા બે-ત્રણ વર્ષની સરખામણીમાં આ સંખ્યા સૌથી વધુ છે. વધુ ભરતી થવાને કારણે આતંકીઓને વધુ હથિયારોની જર પડી રહી છે. સીમા અને નિયંત્રણ રેખા પર સખત પહેરાને કારણે આતંકીઓ જવાનો ઉપર જ હમલા કરી હથિયારો લૂંટી રહ્યા છે. સેના અને પોલીસના એવા સ્થાનો પર આતંકીઓ હમલા કરી શકે છે જ્યાં હથિયારો રાખવામાં આવે છે. સેનાનું માનવું છે કે હાલના વર્ષોમાં કાશ્મીરમાં કટ્ટરતામાં ભારે વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2014ની આસપાસ પણ આવા મામલા સામે આવ્યા હતાં.

Comments

comments

VOTING POLL