આતંકી હુમલાનું કાવતરૂ ત્રાલમાં ઘડાયું હતુંઃ 7ની ધરપકડ

February 16, 2019 at 10:38 am


પુલવામા જિલ્લામાં થયેલા આતંકી હુમલા બાદ સૈન્યએ આ વિસ્તારમાં વ્યાપક સર્ચ આેપરેશન કરી કાવતરાની આશંકામાં સાત લોકોની ધરપકડ કરી લીધી છે. આ લોકોની સઘન પૂછપરછ શરુ કરવામાં આવી છે. જેની પ્રારંભિક તપાસમાંથી જાણવા મળ્યું હતું કે, પુલવામાના આતંકી હુમલાનું કાવતરું ત્રાલમાં ઘડાયું હતું. જ્યાં વર્ષ 2016માં હિજબુલનો ટોચનો આતંકી બુરહાન વાનીને ઠાર મારવામાં આવ્યો હતો.

જિલ્લાના અવંતીપોરા તથા તેની આસપાસના વિસ્તારમાંથી 7 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને પૂછપરછ શરુ કરી દેવામાં આવી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, પુલવામા થયેલા હુમલાની સમગ્ર યોજના એક પાકિસ્તાની નાગરિક કામરાને બનાવી હતી. જે પણ જૈશે મહંમદનો એક સભ્ય છે. એજન્સીઆે માની રહી છે કે,કામરાન દક્ષિણ કાશ્મીરના પુલવામા, અવંતીપોરા અને ત્રાલમાં સqક્રય છે અને તેની તપાસ પણ શરુ કરી દેવામાં આવી છે.

શરુઆતના રિપોર્ટ અનુસાર દક્ષિણ કાશ્મીરના ત્રાલ વિસ્તારના મિદુરામાં આતંકી હુમલાની યોજના બનાવવામાં આવી છે. ત્રાલ એ જ વિસ્તાર છે જે એક લાંબા સમય સુધી હિજબુલ મુજાહિqØનનો અડ્ડાે માનવામાં આવતો હતો. 8 જુલાઈ 2016ના રોજ ત્રાલમાં હિજબુલના આ કમાન્ડર બુરહાન વાનીને ઠાર મારવામાં આવ્યો હતો. જેના એન્કાઉન્ટર બાદ 4 મહિના સુધી કાશ્મીરના ખીણ વિસ્તારોમાં તણાવગ્રસ્ત સ્થિતિ યાથવત રહી હતી. પોલીસ જૈશે મહંમદના એક સ્થાનિક સqક્રય સભ્યને શોધી રહી છે. જેણે પુલવામા હુમલા માટે વિસ્ફોટોની વ્યવસ્થા કરી હતી.

પુલવામાં થયેલા હુમલા બાદ આતંકી સંગઠન જૈશે મહંમદે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી અને એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં પુલવામાના કાકાપોરાના નિવાસી અદિલ અહેમદ દારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેણે આ હુમલાને અંજામ આપ્યો હતો. બીજી તરફ કેન્દ્ર સરકારે 12 એઆઈએના સભ્યોની એક ટુકડી તૈયાર કરી હતી. આ ટીમે શુક્રવારે સવારે લેથીપરા સ્થિત ઘટનાસ્થળે પહાેંચીને કેટલાક પુરાવાઆે મેળવ્યા હતા. શુક્રવારે ગૃહમંત્રી રાજનાથસિંહે કાશ્મીરની મુલાકાત લીઘી હતી. જેણે જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી.આ મુદ્દે રાજનાથસિંહે જણાવ્યું હતં કે, 40 જવાનો આ હુમલામાં શહીદ થયા છે. આ ઉપરાંત રાજનાથે કેટલીક ચેકપોસ્ટ પર જીઈને સમગ્ર રિપોર્ટની સમિક્ષા કરી હતી. ગુરુવારે થયેલા હુમલા બાદ દેશવાસીઆેનું કાળજું કંપી ઊઠéું હતો.

Comments

comments

VOTING POLL