આતે કેવી અજબ ગજબ વાત, શું મૃત્યુ આવવાના 9 મહિના પહેલા જાણી શકાય કે મૃત્યુ નજીક છે?

January 3, 2019 at 3:16 pm


જે વ્યક્તિ આ પૃથ્વી પર જન્મ લે છે તેમનું મૃત્યુ પણ નિશ્ચિત છે. આ ઘટના એ દરેક સાથે બનતી હોય છે. બધા જાણતા હોય છે કે આજે નહિ તો કાલે મૃત્યુ આવવાનું જ છે તે છતાં પણ બધા જ મૃત્યુથી ડરતા હોય છે. બધા જ લોકો જાણવા માંગતા હોય છે કે તેમનું મૃત્યુ ક્યારે થવાનું છે અને કેવી રીતે તેમનું મૃત્યુ થશે. ધર્મ શાસ્ત્રમાં અનેક એવા સંકેત જણાવવામાં આવ્યા છે જેનાથી જાણી શકાય છે આવો તમને આજે જણાવીએ



જયારે કોઈ વ્યક્તિ એ અરીસા સામે જોવે અને જો તે વ્યક્તિને પોતાનો ચહેરો અરીસામાં નથી દેખાતો અથવા તો બીજા કોઈનો ચહેરો દેખાય તો તે વ્યક્તિએ સમજી જવું કે મૃત્યુ એ થોડા જ સમયમાં તેમને તેમની સાથે લઇ જશે. જયારે એક વ્યક્તિને પોતાનો પડછાયો દેખાતો બંધ થઇ જાય ત્યારે યમરાજના તેડા બહુ વહેલા આવે છે.

વ્યક્તિના શરીરમાંથી પરેસવાની તો વાસ આવતી જ હોય છે પણ જયારે તેના શરીરમાં પહેલા ક્યારેય ના આવી હોય તેવી વાસ આવે તો તે વાસને મૃત્યુની વાસ સમજવી. અમુકવાર એવું થતું હોય છે કે તમારી સાથે કોઈ ચાલી રહ્યું હોય એવો ભાસ થાય એટલે કે જયારે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય છે ત્યારે તે વ્યક્તિને તેની સાથે સતત કોઈ ચાલી રહ્યું હોય તેવો આભાસ થતો હોય છે. અમુકવાર કોઈ વ્યક્તિને તેના પૂર્વજોનો પણ ભાસ થતો હોય છે.



જયારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે ત્યારે તે વ્યક્તિને બધું જ બે ભાગમાં વહેંચાયેલ દેખાય છે એટલે સુધી કે તે વ્યક્તિને આકાશના પણ બે ભાગ દેખાતા હોય છે. જયારે ખરેખરમાં એવું કશું જ હોતું નથી.

પ્રાણાયામ દરમિયાન આપણે એક નાક છિદ્રમાંથી શ્વાસ લઈએ છીએ જયારે એક નાક છિદ્રમાંથી શ્વાસ બહાર કાઢીએ છીએ અને તમે ધ્યાન આપ્યું હોય તો બને નાસિકાઓમાંથી અલગ અલગ અવાજ આવતો હોય છે પણ જયારે આ અવાજ એ એકસમાન આવે ત્યારે સમજવું કે તમારું મૃત્યુ નજીક છે. આ ઉપરાંત તમને કોઈ ગુંજનનો અવાજ કાનમાં સંભળાતો હોય તો પણ મુત્યુ નજીક છે એમ સમજવું.

Comments

comments

VOTING POLL