આદત સે મજબૂર ! ‘રૂડા’ કચેરીમાં પોતાની આવાસ યોજના પ્લાન મંજૂર કરવામાં વિલંબ

December 6, 2018 at 3:45 pm


રાજકોટ અર્બન ડેવલપમેન્ટ આેથોરિટી (રૂડા) કચેરીની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ બાંધકામ પ્લાનને અસü વિલંબથી મંજૂર કરવા માટે જાણીતી બની ગઈ છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે ઘડિયાળના લોલક અને સરકારી કામ લટકતાં જ રહે છે. દરમિયાન બાંધકામ પ્લાન મંજૂર કરવાના બદલે લટકતાં રાખવાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચની આ આદત હવે તેને પોતાના સરકારી પ્રાેજેક્ટમાં પણ નડતરરૂપ બની રહી છે. તાજેતરમાં રૂડા કચેરીની વિવિધ આવાસ યોજનાઆેનો ડિટેઈલ પ્રાેજેક્ટ રિપોર્ટ સરકારમાંથી મંજૂર થઈ ગયો છે અને તેને એક મહિના જેવો સમય વીતી ગયો છે પરંતુ રૂડા કચેરીની જ ટાઉન પ્લાનિંગ પ્લાનિંગ બ્રાન્ચમાંથી આ આવાસ યોજનાઆેના પ્લાનને હજુ સુધી મંજૂરી આપવામાં નહી આવી હોવાની ચાેંકાવનારી હકીકતનો પદાર્ફાશ થયો છે. ‘આદત સે મજબૂર’ એવી રૂડાની ટીપી બ્રાન્ચમાં ‘વહીવટ’માં ગતિશીલતાના અભાવે પ્રક્રિયાઆે વિલંબિત થઈ રહી છે !

વધુમાં રૂડા કચેરીની ટીપી બ્રાન્ચના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, હાલમાં રૂડાની પોતાની જ આવાસ યોજનાઆેના ડીપીઆર મંજૂર થયા બાદ તેના પ્લાનને મંજૂર કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અનેકવિધ આવાસ યોજનાઆે નિમાર્ણ થનાર છે. એલઆઈજી અને એમઆઈજી કેટેગરીની આવાસ યોજનાઆેના ફોર્મ ક્યારે બહાર પડશે તેની મધ્યમ વર્ગના લોકો આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. બીજી બાજુ આ આવાસ યોજનાના પ્રાેજેક્ટ રૂડા કચેરીની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં પ્લાન મંજૂરીના વાંકે વિલંબિત થઈ રહ્યા છે. ડીપીઆર મંજૂર થયા બાદ જો પ્લાન મંજૂરીની પ્રક્રિયા ઝડપથી આગળ વધશે તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વધુ ઝડપથી ઘરનું ઘર મળશે અને ખરા અર્થમાં મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાનનું આ સ્વપ્ન સાકાર થશે.

Comments

comments

VOTING POLL